1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. થરાદમાં વીજ તંત્રની બેદરકારીને લીધે પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી વેડફાયું
થરાદમાં વીજ તંત્રની બેદરકારીને લીધે પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી વેડફાયું

થરાદમાં વીજ તંત્રની બેદરકારીને લીધે પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી વેડફાયું

0
Social Share

પાલનપુરઃ બનાસકાંઠાના થરાદ નજીક હાઈવેને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન નડતરરૂપ ગણાતા વીજ પોલને દુર કરવાની કામગીરીતાલતી હતી તે દરમિયાન પાણીની પાઈપ લાઈન તૂટી જતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયાની જાણ થતાં જ અધિકારીઓ દોડી આવ્યા હતા. અને પાણીનો સપ્લાય બંધ કરાવીને પાઈપ લાઈનની મરામતની કામગીરી હાથ ધરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ  બનાસકાંઠાના થરાદ-સાંચોર હાઇવે પર નગરપાલિકા દ્વારા નગરજનોને આપવામાં આવતા પીવાના પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાતાં હજારો લીટર પીવાનું પાણી વેડફાયું હતું. સાંચોર હાઇવે પર એકબાજુ ફોરલેન રસ્તાની કામગીરી ચાલી રહી છે. જેને લઈને રસ્તામાં ઉભેલા નડતરરૂપ વિજપોલ ખસેડી શિફ્ટ કરવાની કામગીરી વિજતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે વિજપોલને જમીનમાં બહાર કાઢવા જતાં પીવાના પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાયુ હતું. અને પાઇપ લાઇન લીકેજ થવાના કારણે પુષ્કળ પ્રમાણમાં પીવાનું પાણી રોડ ઉપર રેલાતાં શિયાળાની ઋતુમાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. નગરપાલિકા અને વિજતંત્રની બેદરકારીથી પાણીનો બગાડ થવા પામ્યો હતો. પાલિકા તંત્ર દ્વારા ભવિષ્યના આયોજનને ધ્યાનમાં લીધા વગર નેશનલ હાઇવે રસ્તાની બંને બાજુ પાઇપ લાઈનો અન્ડર ગ્રાઉન્ડ કરી દેવામાં આવતાં હવે આવી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. આથી પાલિકાને પહેલેથી આયોજન કરી પાઇપલાઇનો નાખવાની જરૂર હતી. તંત્રની બેદરકારીના કારણે નગરના રહીશોને હલાકીઓ ભોગવવી પડતી હોય છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, આ બનાવની જાણ થતાં જ નગરપાલિકાના તેમજ વીજ કંપનીના અધિકારીઓ દોડી આવ્યા હતા. અને પાણીનો સપ્લાય બંધ કરીને પાઈપની મરામતનું કામ હાથ ધર્યું હતું.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code