1. Home
  2. ગુજરાતી
  3. ISISના 50 શકમંદો પર ભારતની નજર, સીરિયા-અફઘાનિસ્તાનથી થઈ રહી છે આતંકીઓની ભરતી
ISISના 50 શકમંદો પર ભારતની નજર, સીરિયા-અફઘાનિસ્તાનથી થઈ રહી છે આતંકીઓની ભરતી

ISISના 50 શકમંદો પર ભારતની નજર, સીરિયા-અફઘાનિસ્તાનથી થઈ રહી છે આતંકીઓની ભરતી

0
Social Share

નવી દિલ્હી: શ્રીલંકામાં થયેલા આઈએસઆઈએસના આતંકી હુમલાને જોતા ભારતીય સુરક્ષા એજન્સીઓ ઘણી સતર્ક છે. ભારતમાં આઈએસના હુમલાનો ખતરો દર વખતે ઝળુંબતો રહે છે. ભારતીય તપાસ એજન્સીઓ ગુપ્તચર એજન્સીઓની મદદથી 50થી વધુ એવા ભારતીય મૂળના આઈએસઆઈએસના શકમંદો પર નજર રાખી રહી છે કે જે અફઘાનિસ્તાન અને સીરિયામાં રહીને ભારત પર મોટા હુમલાની તૈયારીમાં લાગેલા છે.

તપાસ એજન્સીઓને શંકા છે કે દેશના અલગ-અલગ રાજ્યોમાં ચુપચાર અફઘાનિસ્તાન અને સીરિયામાં જઈને વસેલા આ તમામ શકમંદો ભારતમાં યુવાનોને આઈએસમાં ભરતી કરવાની સાજિશમાં સતત લાગેલા છે. તપાસ એજન્સીઓના રિપોર્ટમાં એ ખુલાસો થયો છે કે અત્યાર સુધી દેશમાં જેટલા પણ આઈએસના આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમા યુપીમાં આવા લોકોને સૌથી વધુ સંખ્યામાં એરેસ્ટ કરવામાં આવ્યા છે. તેવામાં આઈએસના નિશાને યુપી સૌથી વધુ છે. જ્યાં આઈએસ સતત યુવાનોને પોતાના સંગઠનમાં ભરતી કરવાની સાજિશમાં લાગેલું છે.

શ્રીલંકામાં થયેલા આઈએસના ફિદાઈન હુમલાની તર્જ પર ભારતમાં પણ આઈએસ મોટા હુમલાની ફિરાકમાં છે. પરંતુ અત્યાર સુધી આ સંગઠન ભારતમાં કોઈપણ પ્રકારના હુમલાને અંજામ આપી શક્યું નથી. તેની પાછળ સૌથી મોટું કારણ એ છે કે હુમલાના ષડયંત્રને પાર પાડવામાં પહેલા જ ભારતીય તપાસ એઝન્સીઓ આઈએસના અલગ-અલગ મોડ્યુલને સમયસર નિષ્ફળ બનાવી રહી છે. એનઆઈએ અત્યાર સુધી આઈએસઆઈએસ સાથે જોડાયેલા 26 કેસો દાખલ કરી ચુકી છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં બનેલા આઈએસના આવા નેટવર્કને કોઈપણ ષડયંત્ર પાર પાડતા પહેલા પોતાની પકડમાં લઈ રહી છે.

કેન્દ્રીય સુરક્ષા સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે ભારતીય તપાસ એજન્સીઓ ગત પાંચથી છ વર્ષોમાં અત્યાર સુધી 100થી વધારે આઈએસના શકમંદ આતંકીઓની ધરપકડ કરી ચુકી છે. એટલું જ નહીં ઘણાં શકમંદોને ડિરેડિકલાઈઝેશન કેમ્પમાં રાખીને તેમને ડિરેડિકલાઈજ્ડ કરવામાં આવ્યા છે. આ તમામ હકીકતો દર્શાવે છે કે ભારતીય તપાસ એજન્સીઓ આ ખતરાને લઈને ઘણી ગંભીર છે.

એક મીડિયા અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી જ્યાં 100થી વધારે આઈએસના શકમંદોની ધરપકડ થઈ ચુકી છે. તો 26થી વધારે આઈએસના મોડ્યુલને સમયસર નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. 100થી વધારે જે શકમંદોની ધરપકડ કરવામાં આવી છે, તેમાથી 53 ઉત્તર ભારતના યુપી, બિહાર, મધ્યપ્રદેશ જેવા રાજ્યોના છે. જ્યારે બાકીના શકમંદ મોડ્યુલ ભારતના દક્ષિણી રાજ્યો કેરળ, તેલંગાણા, તમિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી છે.

તપાસ એજન્સીઓના રિપોર્ટમાં એ પણ ઉજાગર થયું છે કે સૌથી વધારે જે રાજ્યોમાંથી આઈએસના શકમંદોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે, તેમા યુપીમાંથી સૌથી વધુ 26 શકમંદોને એરેસ્ટ કરવામાં આવ્યા છે. તેના પછી કેરળમાંથી 16, મહારાષ્ટ્રમાંથી 15 અને તેલંગાણામાંથી 15 જેટલા આઈએસના શકમંદોની ધરપકડ થઈ ચુકી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code