
પીપળી-વટામણ હાઈવે પર ભોળાદના પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત,
અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માત પીપળી-વટામણ હાઈવે પર ભોળાદ ગામના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. જેમાં કારમાં પ્રવાસ કરી રહેલા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયા હતો, અને ઈજાગ્રસ્તોના ધંધુકાની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, રવિવારે સવારે 6 વાગ્યાના અરસામાં પીપળી-વટામણ હાઈવે ભોળાદ પાટિયા પાસે ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, સાત જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં બે વ્યક્તિની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ અકસ્માતને પગલે પીપળી, વટામણ, ફેદરા, ધંધુકા એમ ચાર જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વહેલી સવારે પીપળી-વટામણ હાઈવે ભાળાદના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં પ્રવાસ કરી રહેલા 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા, અને 7 વ્યક્તિઓને ઈજાઓ થતાં ધંધુકાની હોસેપિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં બે વ્યક્તિની હાલત ગંભીર હોવાથી અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર-અમદાવાદ હાઈવે રવિવાર લોહિયાળ બન્યો હતો. બીજો એક અકસ્માતનો બનાવ સનેસ ગામ પાસે બન્યો હતો. જેમાં પુરફાટ ઝડપે ટ્રકે પદયાત્રિકોને અડફેટે લેતા 3ના મોત નિપજ્યા હતા.