1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ચૂંટણીના માહોલમાં 35 IPSની બદલી-બઢતી, સુરતના CP તરીકે અનુપસિંહ ગેહલોત
ગુજરાતમાં ચૂંટણીના માહોલમાં 35 IPSની બદલી-બઢતી, સુરતના CP તરીકે અનુપસિંહ ગેહલોત

ગુજરાતમાં ચૂંટણીના માહોલમાં 35 IPSની બદલી-બઢતી, સુરતના CP તરીકે અનુપસિંહ ગેહલોત

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં મહિનાઓથી આઈપીએસ અધિકારીઓની બદલીની ચર્ચાઓ થતી હતી. અને અધિકારીઓ પણ બદલીઓની રાહ જોતા હતા. પણ કોઈ કારણોસર બદલીની ફાઈલ અટકી ગઈ હતી. અને ત્યારબાદ ચૂંટણી જાહેર થતાં જ બદલીઓ ચૂંટણી પૂર્ણ થયા બાદ થશે, એવું આઈપીએસ અધિકારીઓ માની રહ્યા હતા. બીજીબાજુ સુરતના પોલીસ કમિશનર સહિત અનેક જગ્યાઓ ખાલી હતી, ત્યારે રાજ્ય સરકારે ચૂંટણી પંચની મંજુરી બાદ 35 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી-બઢતીનો ગંજીપો ચીપ્યો છે. જેમાં 74 દિવસથી ઇન્ચાર્જથી ચાલી રહેલા સુરતને  નવા પોલીસ કમિશનર મળી ગયા છે. વડોદરાના પોલીસ કમિશનર એવા અનુપમસિંહ ગેહલોતને સુરતના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે વડોદરાના પોલીસ કમિશનર તરીકે નરસિંમ્હા કોમરને મૂકવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કરાઈ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ અભય ચુડાસમાને પ્રમોશન આપી ADGP બનાવવામાં આવ્યા છે. હાલ અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક, અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ સહિત 20થી પણ વધુ અધિકારીઓને પ્રમોશન અપાયા છે. આઇપીએસ અધિકારી અને સ્વચ્છ છબિ ધરાવતા નિર્લિપ્ત રાયને ડીઆઈજી તરીકેનું પ્રમોશન અપાયુ છે. અને તેમને તે જ જગ્યા પર રાખવામાં આવ્યા છે. બીજી તરફ તેમને આગામી સમયમાં મહત્ત્વની જગ્યાએ પોસ્ટિંગ મળે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ઉપરાંત 10 IPSને સિલેક્શન ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. આ તમામ 10 આઈપીએસ હવે આગામી સમયમાં ડીઆઇજી તરીકે નોમિનેટ થશે અને આ આઇપીએસ અધિકારીઓને હવે બેચ અને નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી એક વર્ષમાં ડીઆઈજી તરીકે ગુજરાત પોલીસમાં નિમણૂક અપાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  અમદાવાદ શહેરમાં ત્રણ જગ્યાઓ ખાલી છે. જેમાં ડીસીપી ક્રાઈમ, સેક્ટર વન જોઈન્ટ કમિશનર અને ઝોન વન ડીસીપીની જગ્યા હજી પણ ખાલી રહી છે. બીજી તરફ વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં પણ હજી ઘણા હુકમ થવાના બાકી છે, એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે હજી વધુ એક લિસ્ટ આવે તેવી શક્યતા છે. અમદાવાદ શહેરના ઝોન ડીસીપી તરુણ દુગ્ગલની બદલી કરીને મહેસાણા જિલ્લા એસપી તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે પોસ્ટ ઇન્ચાર્જ તરીકે ચાલતી હતી તે ઝોન-7માં નવા ડીસીપીની નિમણૂક કરવામાં આવી છે. તેની સાથે સાથે હજી પણ અમદાવાદ શહેરમાં ત્રણ જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓ પણ ભરવી પડશે. તેની સાથે ઈકોનોમિક ઓફેન્સ વિંગના ડીસીપીની જગ્યા પણ ખાલી છે.

આણંદ જિલ્લા ડીએસપીની ખાલી પડેલી જગ્યા ભરાઈ ગઈ છે અને તેની જગ્યાએ એડીજી ઓફિસના ગૌરવ જસાણીને ડીએસપી તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો છે. અમદાવાદના પૂર્વ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર પ્રેમવીરસિંહને સુરત રેન્જની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે અમદાવાદ રેન્જમાં જે.આર. મોથલિયાને નિમણૂક આપ્યા બાદ રેન્જ આઈજીની જગ્યા ભરાય છે અને અમદાવાદ ગ્રામ્ય એસપી તરીકે ઓમ પ્રકાશ જાટને નિમણૂક આપવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code