
સુરેન્દ્રનગર : શહેરની ભોગાવો નદીમાં નહાવા પડેલા12થી 14 વર્ષના ત્રણ કિશોરોના ડુબી ગયા હતા જેમાં એક બાળકને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે બે બાળકોના મોત નિપજતા વઢવાણમાં શોકનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં જ ફાયરબ્રીગેડના જવાનો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ વઢવાણ ખાતે આવેલી ભોગાવો નદી આમ તો રેતીના ખનન માફીયાઓ માટે કુખ્યાત છે. પરંતુ આ રેતમાફીયાઓના કારણે હવે નદી ખુબ જ ઘાતક પણ બની ચુકી છે. આ ગોઝારી નદીમાં ક્યાં અને ક્યારે ખાડો આવશે તે કોઈ કહી શકતું નથી. આજે ભોગાવો નદીમાં નહાવા પડેલા ત્રણ કિશોરો પૈકી 2નાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે એક કિશોરને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘટના અંગેની જાણ થતા જ વઢવાણ પોલીસ તેમજ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે ભોગાવો નદીમાં અવારનવાર નહાવા પડેલા બાળકોના ડુબી જવાના કારણે અકાળે મોત થયાની ઘટના બનતી રહેતી હોય છે. ભોગાવો નદીમાં ત્રણ કિશોરો અચાનક ડુબવા લાગતા દોડધામ મચી ગઇ હતી. આ ગોઝારી ઘટનામાં 2 બાળકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જો કે આસપાસના લોકોની સુઝબુઝના કારણે એક બાળકને બચાવવામાં સફળતા મળી હતી. પરંતુ આ ઘટના બાદ ભોગાવો નદીમાં બિનકાયદેસર ખનન મુદ્દે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
આ ગોઝારી ઘટનામાં આશરે 12 થી 14 વર્ષના ત્ણ બાળકો ભોગાવો નદીમાં રમવા માટે ગયા હતા. જેમાં બે બાળકોના ડુબી જવાના કારણે મોત નિપજતા પરિવારજનો સહિત પંથકમાં શોકની લાગણી ફેલાઇ હતી. ઘટનામાં ફાયરની ટીમ તથા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.