1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ‘આર્ટિકલ 370’ ફિલ્મ દ્વારા જમ્મુ-કાશ્મીરનું સત્ય સ્વરૂપ જાણવા મળ્યું : રાજ્યપાલ
‘આર્ટિકલ 370’ ફિલ્મ દ્વારા જમ્મુ-કાશ્મીરનું  સત્ય સ્વરૂપ જાણવા મળ્યું : રાજ્યપાલ

‘આર્ટિકલ 370’ ફિલ્મ દ્વારા જમ્મુ-કાશ્મીરનું સત્ય સ્વરૂપ જાણવા મળ્યું : રાજ્યપાલ

0
Social Share

અમદાવાદઃ ‘આર્ટિકલ 370’ ફિલ્મમાં જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 ને કારણે લોકોને કેટલીય પરેશાની ભોગવવી પડી છે તેનો તાદ્રશ્ય અને વાસ્તવિક ચિતાર પ્રસ્તુત કરવામાં આવ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાત્રે ગાંધીનગરના સિટીપલ્સ સિનેમા મગૃહમાં ફિલ્મ ‘આર્ટિકલ 370’ નિહાળી હતી. ફિલ્મથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. અનુચ્છેદ 370ની અસરોને તોડી-મરોડીને દર્શાવવામાં આવી રહી હતી, જે વાસ્તવિકતાથી વિપરીત હતું.

  • વર્તમાન સરકારે  કાયદા અને કાનૂનના આધારે વિધિવત

આર્ટીકલ 370 સમાપ્ત કરીને જમ્મુ-કાશ્મીરના એવા લોકો કે જે અત્યાર સુધી ભારતીયોને મળતી સુવિધાઓથી વંચિત રહ્યા હતા. તેમને તેમના અધિકારો આપવાનું કામ કર્યું છે. જમ્મુ-કાશ્મીરમાં જે પ્રકારે સુઆયોજિત રીતે આતંકવાદ ફેલાવવામાં આવી રહ્યો હતો એને કાયમ માટે સમાપ્ત કરવાનો પણ એક માર્ગ પ્રસ્તુત થયો છે. 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ‘આર્ટિકલ 370’ ફિલ્મ દ્વારા જમ્મુ-કાશ્મીરનું  સત્ય સ્વરૂપ જાણવા મળ્યું છે. જમ્મુ-કાશ્મીરની વાસ્તવિક પરિસ્થિતિ જાણવા આ ફિલ્મ જોવી જોઈએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code