1. Home
  2. ગુજરાતી
  3. રણવીરસિંહ ફરી એકવાર કંઈક અલગ સ્ટાઈલમાં મળ્યો જોવા
રણવીરસિંહ ફરી એકવાર કંઈક અલગ સ્ટાઈલમાં મળ્યો જોવા

રણવીરસિંહ ફરી એકવાર કંઈક અલગ સ્ટાઈલમાં મળ્યો જોવા

0
Social Share

મુંબઈઃ બોલીવુ અભિનેતા રણવીરસિંહ કંઈક નવુ કરવા માગતા કલાકારો પૈકી એક છે, પછી તે અભિનય હોય કે પછી ફેશન સેન્સ. તે હંમેશા કંઈક અલગ જ સ્ટાઈલ અપનાવીને પ્રશંસકોને સરપ્રાઈઝ આપે છે. રણવીરની અતરંગી સ્ટાઈલ દર્શકોને પણ ખુબ પસંદ આવે છે. કેટલીક વાર તેમને ટ્રોલ પણ કરવામાં આવે છે. તાજેતરમાં જ રણવીરસિંહ ફરી એક કંઈક આવા જ અંદાજમાં જોવા મળ્યો હતો. રણવીરના આ અતરંગી લૂકનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

તાજેતરમાં અભિનતા મુંબઈમાં સ્પોટ થયો હતો. આ દરમિયાન અભિનેતાને કેમેરામાં કેદ કરવાનો ચાન્સ પૈપરાજી કેવી રીતે છોડે. રણવીર ઓરેન્જ અને ચેકદાર જેકેટમાં જોવા મળ્યો હતો. અભિનેતાના જેકેટનો ખભાથી લઈને કમસ સુધીનો ભાગ બ્રાઈટ ઓરેન્જ કલરનો હતો. જે તેની નવી મોટરકાર સાથે મેચ થાય છે. આ ઉપરાંત અભિનેતાએ વાળની ચોટી બનાવી હતી. અભિનેતાનું જેકેટ માત્ર કારને જ નહીં ચશ્માને પણ મેચ કરતું હતું.

રણવીરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને પ્રશંસકો ખુબ જ પસંદ કરી રહ્યાં છે. તેમજ વિવિધ રિએકશન પણ આપી રહ્યાં છે. એક યુઝરે લખ્યું હતું કે, આ ફેશન સમજમાં નથી આવતી. જ્યારે બીજી વ્યક્તિએ લખ્યું છે કે, કોણ છે આ ભાઈ, અન્ય એક યુઝરે લખ્યું છે કે, આ કોણ હતું. તેમજ અન્ય એક પ્રશંસકે લખ્યું છે કે, અજીબ ફેશન છે યાર.

આગામી દિવસોમાં સૂર્યવંશી અને 83 નામની ફિલ્મ રણવીરસિંહ જોવા મળશે. આ ઉપરાંત જયેશભાઈ જોરદારમાં અભિનેતા જોવા મળશે. સૂર્યવંશીમાં તે પોલીસ ઓફિસર સિંબા અને 83 નામની ફિલ્મના પૂર્વ ક્રિકેટર કપિલ દેવના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેતાની સાથે પત્ની દીપીકા પણ ફરી એકવાર જોવા મળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code