
બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનનો આજે જન્મદિવસ,જાણો તેની સાથે જોડાયેલી કેટલીક જાણી-અજાણી વાતો
- સુપરસ્ટાર સલમાન ખાનનો આજે જન્મદિવસ
- સલમાન આજે મનાવી રહ્યા છે 56 મો જન્મદિવસ
- જાણો તેમની સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો
મુંબઈ:બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનનો આજે જન્મદિવસ છે.27 ડિસેમ્બર 1965ના રોજ ઇન્દોરમાં જન્મેલ સલમાન ખાન 56 વર્ષના થવા જઈ રહ્યા છે. બહુ ઓછા લોકો જાણે છે કે તેમનું પૂરું નામ અબ્દુલ રાશિદ સલીમ સલમાન ખાન છે. તેના પિતાનું નામ સલીમ ખાન અને માતાનું નામ સલમા ખાન છે. તેને બે ભાઈઓ અરબાઝ ખાન અને સોહેલ ખાન છે જ્યારે બે બહેનો અર્પિતા ખાન અને અલવીરા ખાન અગ્નિહોત્રી છે.
આ દિવસોમાં સલમાન ખાન કલર્સ ચેનલ પર પ્રસારિત થનારા રિયાલિટી શો ‘બિગ બોસ 15’ને હોસ્ટ કરી રહ્યા છે.
સલમાન ખાને ગયા વર્ષે તેનો જન્મદિવસ પનવેલ સ્થિત તેના ફાર્મહાઉસમાં ઉજવ્યો હતો. આ સેલિબ્રેશનમાં અનેક સેલેબ્સે પણ ભાગ લીધો હતો.આ વખતે પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે કારણ કે સલમાનને સાપે ડંખ માર્યો હતો, જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે.
જોકે, તેના પિતા સલીમ ખાને આ અંગેની નક્કર માહિતી આપતાં કહ્યું હતું કે, સલમાન હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.એવામાં આશા રાખી શકાય કે તે પોતાનો જન્મદિવસ તેના ફાર્મહાઉસમાં જ ઉજવી શકે છે.
સલમાન ખાન ટૂંક સમયમાં આમિર ખાનની સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે.