- આજે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે
- આ વર્ષની થીમ છે “સ્ટાન્ડર્ડ ફૂડ જીવનનું રક્ષણ કરે છે”
માણસની જીવવા માટે ખોરાક જરુરી છે,માત્ર ખોરાક નહી પરંતુ પોષણ યુક્ત ખોરાક જરુરી છે, જો કે આજકાલ ફઆસ્ટ ફૂડ, ઠંડા પીણા અને ફ્રોઝન ખોરાક લોકોના સ્વાસ્થ્ય બગાડી રહ્યું છે ત્યારે આજના આ ખાસ દિવસે ફૂડને લઈને લોકોને જાગૃત કરવામાં આવતા હોય છે જેથી સારા ખોરાક થકી સારુ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકાય.. WHO, FAO સાથે સંયુક્ત રીતે, વૈશ્વિક સ્તરે બધા માટે સલામત ખોરાકની ખાતરી કરવા માટે આ મહત્વપૂર્ણ દિવસે જોડાવા માટે હાકલ કરે છે.
વૈશ્વિક ખાદ્ય સમસ્યા માત્ર ખોરાકનું ઉત્પાદન જ નથી, પણ ખોરાક તરીકે ઉત્પાદનોની તૈયારી, તૈયાર ખોરાકને સુરક્ષિત રાખવા અને તે દરેક સુધી પહોંચે તેની ખાતરી કરવી તે તમામા કાર્યને આવરી લે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને યુનાઈટેડ નેશન્સનાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને આ વર્ષે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેની થીમ વિશે વાત કરી એ તો આ વર્ષે થીમ છે “સ્ટાન્ડર્ડ ફૂડ જીવનનું રક્ષણ કરે છે”
દૂષિત ખોરાક અને પાણીના નુકસાન વિશે લોકોને જાગૃત કરવા દર વર્ષે 7મી જૂને વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.ડિસેમ્બર વર્ષ 2017 માં, વિશ્વ આરોગ્ય સંસ્થા એ જુલાઈ 2017 માં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) પરિષદના 40મા સત્રમાં અપનાવવામાં આવેલા વિશ્વ ખાતર સલામતી દિવસના પ્રસ્તાવને સમર્થન વ્યક્ત કર્યું.
વર્ષ 2018થી મનાવાઈ રહ્યો છે આ દિવસ
આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 73મા સત્રની બીજી સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યો હતો, જેને જનરલ એસેમ્બલી દ્વારા અપનાવવામાં આવ્યો હતો અને 20 ડિસેમ્બર 2018ના રોજ દર વર્ષે 7 જૂને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ દિવસ ઉજવવાનો ખાસ ઉદ્દેશ્ય
અસુરક્ષિત ખાદ્યપદાર્થોના સેવનને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બીમારીઓ વિકસે છે. આવી સ્થિતિમાં, વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણીનો હેતુ દરેક વ્યક્તિને પૌષ્ટિક અને સંતુલિત ખોરાક આપવાનો છે. આ સાથે, આ દિવસની ઉજવણીનો વિશેષ હેતુ ખોરાકના જોખમોને રોકવા, ભેળસેળવાળી વસ્તુઓ શોધવા અને તેના વિશે લોકોને જાગૃત કરવાનો છે.