
ટોક્યો ઓલિમ્પિકઃ ચીનના ખેલાડીઓ ઉપર ગોલ્ડ મેડલ જીતવાનું રાષ્ટ્રવાદીઓનું ભારે દબાણ !
દિલ્હીઃ જાપાનમાં હાલ ટોક્યિ ઓલિમ્પિક્સ ગેમ્સ ચાલી રહી છે. જેથી ભારત સહિત દુનિયાના મોટાભાગના ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. દરમિયાન ચીનના ખેલાડીઓને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. ચીનના ખેલાડીઓ ઉપર ગોલ્ડ મેડલ માટે દબાણ કરાતું હોવાનું સામે આવ્યું છે. તેમજ મેડલ નહીં જીતનારા ચીનના ખેલાડીઓ પરત દેશમાં જતા પણ પડી રહ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર મુક્સ્ડ ડબલ્ટ ટીમે ગત સપ્તાહે ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતનારી ખેલાડી લીઉ શાઈવેનની આંખોમાં ઝળઝળીયા આવી ગયા હતા. તેણે જણાવ્યું હતું કે, એવુ લાગે છે કે મે ટીમનું માથુ ઝુકાવ્યું છે. હું તમામની માફી માંગુ છું. તેના પાર્ટનર શૂ શિનએ કહ્યું હતું કે, પૂરા દેશની નજર આ મેચ ઉપર હતી. વેટલિફ્ટર લિયાઓ કિયુને ગોલ્ડ મેડલ ગુમાવ્યા બાદ રડતા જોવા મળ્યાં હતા. ટોક્યો ઓલિમ્પિકમાં ચીનના ખેલાડીઓ અત્યાર સુધીમાં 32 ગોલ્ડ મેડલ જીત્યાં છે. તેમ છતા ખેલાડીઓ પરત જતા ડરી રહ્યાં છે. ગોલ્ડ મેડલ જીતવા માટે રાષ્ટ્રવાદિયોનું ભયંકર દબાણ છે.
ચીનના 421એ અત્યાર સુધીમાં ટોક્યો મોકલ્યાં છે. ખેલાડીઓથી આશા રાખવામાં આવે છે કે, તમામ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતે. લોકો માટે મેડલ ટેલી રમતની ઉપલબ્ધિ મહત્વની છે. ગોલ્ડ મેડલ નહીં જીતનારા ખેલાડીઓ સાર્વજનિક રીતે માફી માંગી રહ્યાં છે. તજજ્ઞોના જણાવ્યાં અનુસાર અતિ રાષ્ટ્રવાદી ચીનીઓ માટે મેડલ હારનો મતલબ તમે દેશભક્ત નથી. જાપાનની સામે હાર બાદ સોશિયલ મીડિયા ઉપર ચીનના લોકોએ ખેલાડીઓની ટીપ્પણી કરી હતી. કેટલાક વપરાશકારોએ લખ્યું હતું કે, મિક્સ્ડ ડબલ્સની જોડીએ દેશનું માથુ ઝુકાવ્યું છે. મેડલ ગુમાવવો એટલે દેશ સાથે વિશ્વાસ ઘાત. પ્રથમ ગોલ્ડ મેડલ જીતનારી શાર્પશૂટર યાંગ કિયાન ઉપર પણ ચીનના નાગરિકોએ કટાક્સ કર્યાં હતા.
આયોવા સ્ટેટ યુનિવર્સિટીના રાજનીતિના વિજ્ઞાન વિશેષજ્ઞ પ્રો. જોનાથન હસીદ આની માટે લિટિલ પિંક્સને જવાબદાર માને છે. લિટીલ પિન્ક્સ એવા ચીની યુવાઓને કહેવાય છે આક્રમક થઈને સોશિયલ મીડિયા ઉપર ઉગ્રવાદી રાષ્ટ્રવાદી વાતો લખે છે. જોનાથને કહ્યું હતું કે, ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી લક્ષ્યોને પુરા કરવા માટે સાઈબર રાષ્ટ્રવાદનો ઉપયોગ કરે છે. રાષ્ટ્રવાદ ભાવનાઓનો ઉપયોગ કરવો વાધની સવારી કરવા સમાન છે એક વાર દોડી પડે તો સંભાળવુ મુશ્કેલ છે.