 
                                    રાજકોટ: શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં નબીરાઓ બેફામ ઝડપે કાર કે એસયુવી ચલાવીને અકસ્માતો સર્જતા હોય છે. છેલ્લા ત્રણ દિવસમાં અકસ્માતના આવા ચાર બનાવો બન્યા છે. અમદાવાદમાં તથ્ય પટેલના અકસ્માતકાંડ બાદ તમામ મહાનગરોમાં ટ્રાફિક પોલીસ પૂર ઝડપે વાહનો ચલાવનારા સામે પગલાં લઈ રહી છે. ત્યારે રાજકોટમાં હજુ પણ નબીરાઓ બોફામ ઝડપે વાહનો ચલાવી રહ્યા છે.
રાજકોટમાં વહેલી સવારે યુનિવર્સિટી રોડ પર બે નબીરાઓ બેફામ બન્યા હતા. એક યુવાનને અડફેટે લીધો હતો તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે આ બંને નબીરાઓને સ્થાનિક લોકોએ પકડી અને પોલીસને હવાલે કર્યા હતા. છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ ચાર ઘટનાઓ સામે આવી છે. ત્યારે નબીરાઓને પોલીસે કાયદાનું ભાન કરાવવું જરૂરી બની ગયું છે
રાજકોટ શહેરના કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ ફરી નબીરાઓએ અકસ્માત સર્જ્યો હતો. પારસ હીરાણી નામના એકટીવા ચાલકને ફોર વ્હીલર ચાલક દ્વારા અડફેટે લીધો હતો. સમગ્ર મામલે એકટીવા ચાલકને અડફેટે લેવામાં આવતા પારસ હિરાણી નામના વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. જેના કારણે તેને તાત્કાલિક અસરથી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તેમજ સ્થાનિકો દ્વારા કારમાં સવાર કુંજ પરસાણીયા અને દક્ષ માંકડીયા નામના વ્યક્તિને ગાંધીગ્રામ પોલીસને બોલાવી તેમને સોંપવામાં આવ્યા છે. જોકે અકસ્માત સરકારની સાથે જ બંનેને સ્થાનિક લોકોએ જ પકડી લીધા હતા અને પોલીસને હવાલે કર્યા હતા .
સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા હાલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા પારસ હિરાણીના નિવેદનના આધારે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અકસ્માતની ઘટના સામે આવતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અકસ્માત એટલો ગંભીર હતો કે ખૂબ જ મોટા પ્રમાણમાં અવાજ આવ્યો હતો. તેમજ કારની સ્પીડ 100 થી વધુ હોવાનું કોઈ જણાવ્યું છે. ત્યારે ગાંધીગ્રામ પોલીસ દ્વારા કઈ ભારે કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. તેમજ નબીરાઓ દ્વારા ભોગ બનનારા સાથે સમાધાન કરી લેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે આયકર ભવનના સરકારી કામકાજ અર્થે વાપરવામાં આવનારી ઇનોવા કાર ચાલક દ્વારા માધાપર ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જવામાં આવ્યો હતો. જોકે સમગ્ર મામલે સમાધાન થઈ જતા પોલીસે ફરિયાદ ન નોંધી હોવાનું પણ સામે આવ્યું છે. (File photo)
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

