1. Home
  2. ગુજરાતી
  3. આદિત્ય નારાયણે લાઈવ કોન્સેટમાં એક ફેનને માઈકથી માર્યો, ગુસ્સામાં ફોન લઈને ફેંકી દીધો !
આદિત્ય નારાયણે લાઈવ કોન્સેટમાં એક ફેનને માઈકથી માર્યો, ગુસ્સામાં ફોન લઈને ફેંકી દીધો !

આદિત્ય નારાયણે લાઈવ કોન્સેટમાં એક ફેનને માઈકથી માર્યો, ગુસ્સામાં ફોન લઈને ફેંકી દીધો !

0
Social Share

સિંગર આદિત્ય નારાયણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આદિત્ય લાઈવ કોન્સર્ટમાં પરફોર્મ કરતો દેખાવા મળ્યો છે. કોન્સર્ટમાં આદિત્યએ એક ફેનનો ફોન લઈને ફેંકી દીધો. ફેનને આ બિહેવિયર પસંદ ના આયુ અને યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં દેખાવવામાં આવે છે કે ગીત ગાતા આદિત્ય અચાનક એક ફેન પાસે જાય છે. પહેલા માઈકથી હાથ ઉપર ફેનને માર્યો. પછી જબરજસ્તી તેનું માઈક લઈ લે છે અને ભીડ તરફ ફેંકે છે. પછી આદિત્ય ચાલી જાય છે અને ફરીથી ગાવાનું ચાલુ કરે છે. આદિત્યએ આવું કેમ કર્યુ તે હજી સમજાતુ નથી. ફેન આ બિહેવિયરથી બિલકુલ ખુશ નથી. ચાહકો તેના પર ખૂબ નારાજ છે.

એક યુઝરે લખ્યું – આ પહેલા આદિત્યએ રાયપુર એરપોર્ટ પર ગ્રાઉન્ડ સ્ટાફ જોડે ખરાબ વર્તન કર્યું હતું. તે જ સમયે, કેટલાક લોકો તેના વર્તનને ખૂબ જ ખોટું ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું- તેને ખબર નથી કે તેને શેનો ઘમંડ છે. ગરીબ વ્યક્તિનો ફોન ફેંકી દીધો. યુઝર્સ સતત આવી જ કોમેન્ટ કરી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code