
અવાજ બેસી જવો અથવા ગળામાં દુખાવો થવો આ તમામ સમસ્યામાં ફટકડી છએ રામબાણ ઈલાજ
કિચનમાં રહેતી ચીજ વસ્તુઓ જેવી કે, મીઠું, હરદળ, ફટકડી,સોડાખાર,અજમો,લવિગં, તજ વગેરેનો ઉપયોગ વધ્યો છે, ત્યારે ફટકડી કે જેને સામાન્ય રીતે વેફરને સફદે બનાવવાથી લઈને પાપડ પાપડીમાં નાખવામાં આવતી હોય છે તે ફટકડી કોરોના કાળમાં ખૂબ ઉપયોગમાં આવી છે, સામાન્ય ફટકડીમાં અનેક ગુણો સમાયેલા હોય છે,ચાલો જાણીએ ફટકડીના કેટલાક ખાસ ઉપયોગ અને તેનાથી થતા ફાયદાઓ.
ફટકડી જેવા આ દેસી નુસ્ખાથી સરળતાથી બેક્ટેરિયા અને વાયરસને દૂર કરવામાં મદદ મળી રહે છેસેનેટાઈઝર ઉપલબ્ધ ન હોય તો એક ફટકડીનો ટુકડો પણ કામ લાગી શકે છે. ફટકડીમાં એલ્યુમિનિયમ સલ્ફેટ હોય છે. જે પાણીને એકદમ ચોખ્ખુ કરી દે છે.માટે તેનો ઉપયોગ પાણી ચોખ્ખુ કરવામાં પણ થાય છે.
ફટકડી વાળા પાણીથી હાથ ધોવા ફાયદા કારક છે.શરીરના કોઈ પણ ભાગે ઈજા થઈ હોય તો લોહીને વહેતું રોકવા માટે ફટકડીનો ઉપયોગ થાય છે.
આ સહીત ત્વચા માટે પણ પયોગી છે,ઉરાતે સૂતા પહેલાં ફટકડીના ટુકડાને ઠંડા પાણીમાં પલાળી તેનાથી ચહેરા પર હળવા હાથે મસાજ કરવાથી કરચલીઓ દૂર થાય છે. અને ફેશ પર ગ્લો વધે છે
ઉનાળાની ગરમીમાં પરસેવામાંથી આવતી ગંધને રોકવા માટે ફટકડી વાળા પાણીથી સ્નાન કરવામામં આવે તો દુર્ગંઘ આવતી નથીશરીરમાં જો ખંજવાળ આવતી હોય તો તે ભાગને ફટકડી વાળા પાણીથી ધઓઈલો તેનાથી ખંજવાળ આવતી બંધ થઈ જશે
દાંતમાં જો દુખાવો થતો હોય તો ત્યા ફટકડીના પાવડરથી આંગળી વડે મસાજ કરવાથી દુખાવો દૂર થાય છે.જો દાંત પીળા પડી ગયા હોય તો તે ભઆગ પર ફટકડી અને લીબંુનો રસ મિક્સ કરીને લગાવવાથી દાંતની પીળાશ દૂર થાય છે.
ફટકડી વાળા ગરમ પાણીના કોગડા કરવાથી મો માં ચાંદી પડી હોય તો રાહત થશેજો ગપમાં દૂખાવો થતો હોય તો ફટકડીવાળા પાણીમાં 15 મિનિટ સુધી પગ ડુબાડીને રાખવાથી પગના સોજા અને થાક દૂર થાય છે.ગળામાં દૂખાવામાં પણ ફટકડી કારગાર સાબિત થાય છે.કાકડા થવા પર ગરમ પાણીમાં ચપટી ફટકડી અને મીઠું નાખીને કોગળા કરવા. તેનાથી ગળાનો દુખાવો અને સોજો દૂર થાય છે.