1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીની ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયએ શુભેચ્છા મુલાકાત લીધી
અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીની ઈન્ચાર્જ ડીજીપી  વિકાસ સહાયએ શુભેચ્છા મુલાકાત લીધી

અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીની ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયએ શુભેચ્છા મુલાકાત લીધી

0
Social Share

અમદાવાદઃ રાજ્યના ઇન્ચાર્જ DGP વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશ્નર ઓફિસની શુભેચ્છા મુલાકાતે આવી પહોચ્યા હતા. ઈન્ચાર્જ ડીજીપી બન્યા બાદની આ તેમની આ પ્રથમ મુલાકાત હતી. તેમના આગમનને પગલે તમામ પોલીસ અધિકારીઓ તેમને આવકારવા ઉભા રહી ગયા હતા. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાથે શુભેચ્છા મુલાકાત બાદ તેઓ પરત રવાના થયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ 1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયની ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે તાજેતરમાં નિમણૂક કરવામાં આવી છે. પૂર્વ DGP આશિષ ભાટિયા નિવૃત્ત થતાં તેમના સ્થાને વિકાસ સહાયને ઇન્ચાર્જ DGPનો ચાર્જ ચોપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, DGPના હોદ્દા પર આશિષ ભાટિયાના અનુગામીની નિમણૂક માટે અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને સુરતના પોલીસ કમિશનર અજય તોમરનાં નામોની પણ ચર્ચા થઈ હતી. જેમાં આખરે વિકાસ સહાયના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. તેમને રાજ્યના ઈન્ચાર્જ પોલીસવડા બનાવાયા છે. ઉલ્લેખનીય છે કે, વિકાસ સહાય કાયમી નહીં પરંતુ ઈન્ચાર્જ DGP તરીકે કાર્યરત છે.

રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાય અમદાવાદના પોલીસ કમિશનર કચેરીની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા, ડીજીપીને આવકારવા માટે શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ડીજીપીનું સ્વાગત કરીને તેમને કમિશનરની ઓફિસ સુધી દોરી જવાયા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પુષ્પગુચ્છ આપીને ઈન્ચાર્જ ડીજીપીને આવકાર્યા હતા. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાથે શુભેચ્છા મુલાકાત બાદ ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાય પરત ગાંધીનગર જવા રવાના થયા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code