1. Home
  2. ગુજરાતી
  3. વૃદ્ધોની વધારે સંખ્યા સમાજને બનાવે છે ધાર્મિક : રિસર્ચ
વૃદ્ધોની વધારે સંખ્યા સમાજને બનાવે છે ધાર્મિક : રિસર્ચ

વૃદ્ધોની વધારે સંખ્યા સમાજને બનાવે છે ધાર્મિક : રિસર્ચ

0
Social Share
  • સાઈન્ટિફિક સ્ટડી ઓફ રિલીઝયનની એક જર્નલમાં રિસર્ચ થયું પ્રકાશિત
  • આગામી 20 વર્ષમાં ઘણાં વિકસિત દેશ વધુ ધાર્મિક બની જશે

એક સંશોધન પ્રમાણે, જેમજેમ દેશમાં વૃદ્ધોના પ્રમાણમાં વધારો થાય છે, સમાજના ધાર્મિક થવાની સંભાવના એટલી જ વધી જાય છે. વૃદ્ધોનો ઈશ્વર પ્રત્યેનો ઝુકાવ ઘણો વધારે હોય છે અને પોતાના આ ભરોસા અને ધર્મને તે પોતાના બાળકોમાં સંચારીત કરે છે.

રિસર્ચ પ્રમાણે, જનસંખ્યામાં વૃદ્ધોની સંખ્યાના વધવાથી ધર્મથી ધર્મનિરપેક્ષ મૂલ્યો તરફ આગળ વધવાની પ્રક્રિયા ધીમી થઈ શકે છે. સાઈન્ટિફિક સ્ટડી ઓફ રિલીઝયનના એક જર્નલમાં પ્રકાશિત આ રિસર્ચમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે કે આગામી 20 વર્ષમાં ઘણાં વિકસિત દેશ વધુ ધાર્મિક બની જશે.

વિકસિત દેશમાં વૃદ્ધ વ્યક્તિ (50 વર્ષથી વધુ વય) પુખ્ત (20 વર્ષથી વધારે વય)ની વસ્તીનો અડધો હિસ્સો છે અને 2040 સુધીમાં તેમની વસ્તીમાં વધારો થશે.

રશિયાની નેશનલ રિસર્ચ યુનિવર્સિટી હાયર સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના એન્ડ્રે કોરોટેવ આ રિસર્ચના લેખકોમાંથી એક છે. તેમણે કહ્યુ છે કે તેવામાં ખાસ કરીને વિકસિત દેશોમાં ધર્મથી ધર્મનિરપેક્ષ મૂલ્યોમાં પરિવર્તનની ગતિને ધીમી કરવામાં વૃદ્ધ વ્યક્તિ સૌથી વધારે અસર પેદા કરી શકે છે અને કદાચ ધર્મ વૃદ્ધિમાં પણ તે અસરકારક સાબિત થઈ શકે છે.

આવું ઘણીવાર જોવામાં આવ્યું છે કે યુવાવર્ગની સરખામણીએ વૃદ્ધોનો ધર્મ પ્રત્યોને ઝુકાવ વધારે હોય છે.

આ સંશોધનમાં 16 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, ગ્રેટ બ્રિટન, ઈઝરાયલ, ન્યૂઝીલેન્ડ, જાપાન, જર્મની અને યુરોપિયન દેશ પણ હતા. આ સંશોધનના પરિણામ ભવિષ્યના સમાજની સંચરનાનું અનુમાન લગાવવામાં ઘણું મહત્વપૂર્ણ સાબિત થશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code