1. Home
  2. ગુજરાતી
  3. દુશ્મનના રડારથી દૂર, ટોરપીડો અને એન્ટીશિપ મિસાઈલોથી સજ્જ- INS ખંડેરીની જાણો ખાસિયત
દુશ્મનના રડારથી દૂર, ટોરપીડો અને એન્ટીશિપ મિસાઈલોથી સજ્જ- INS ખંડેરીની જાણો ખાસિયત

દુશ્મનના રડારથી દૂર, ટોરપીડો અને એન્ટીશિપ મિસાઈલોથી સજ્જ- INS ખંડેરીની જાણો ખાસિયત

0
Social Share
  • સાયલન્ટ કિલર આઈએનએસ ખંડૂરી
  • દેશમાં જ નિર્મિત થઈ છે આઈએનએસ ખંડૂરી

આઈએનએસ ખંડેરીને મઝગાંવ પોર્ટ શિપબિલ્ડર્સ લિમિટેડમાં શનિવારે ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવી છે. આ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યુ છે કે ક્ષેત્રમાં શાંતિ બાધિત કરનારા લોકોની વિરુદ્ધ નૌસેના આકરી કાર્યવાહી કરશે.

આઈએનએસ ખંડેરી સબમરીનને નૌસેનામાં સામેલ કરતી વખતે રાજનાથ સિંહેકહ્યુ છેકે આ આપણા માટે બેહદ ગર્વની વાત છે કે ભારત એવા ગણતરીના દેશમાં સામેલ થઈ ગયું છે કે જે પોતાની સબમરીન ખુદ બનાવે છે.

દેશમાં જ આઈએનએસ ખંડેરીનું નિર્માણ

દેશમાં નિર્મિત આ સબમરીન એક કલાકમાં લગભગ 35 કિલોમીટરનું અંતર નિર્ધારીત કરવામાં સક્ષમ છે. ખંડેરી 67 મીટર લાંબી અને 6.2 મીટર પહોળી સબમરીન છે. તેની ઊંચાઈ 12.3 મીટર છે, તેનું કુલ વજન 1550 ટન છે. એક વખત પાણીમાં ઉતર્યા બાદ તે 12 હજાર કિલોમીટરની સફર કરી શકે છે.

આઈએનએસ ખંડીરમાં રહેલા હથિયાર

રડાર, સોનાર, એન્જિન સહીત તેમા નાના-મોટા 1000થી વધારે ઉપકરણો લાગેલા છે. તેમ છતાં તે અવાજ વગર પાણીમાં ચાલનારી વિશ્વની સૌથી શાંત સબમરીનોમાંથી એક છે. તેના કારણે રડાર આસાનીથી તેની ભાળ મેળવી શકતા નથી. કદાચ તેથી જ તેને સાઈલન્ટ કિલર પણ કહેવામાં આવી રહી છે.

2017માં સમુદ્રમાં ઉતરી

ખંડેરી પહેલીવાર 1 જૂન-2017ના રોજ સમુદ્રમાં ઉતારવામાં આવી હતી. તે ત્યારથી લઈને અત્યાર સુધીમાં સમુદ્ર પરીક્ષણોમાં પોતાની કાબેલિયત સાબિત કરી ચુકી છે. સમુદ્રમાં તમામ પરીક્ષણો પૂર્ણ થયા બાદ 19 સપ્ટેમ્બર-2019ના રોજ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સે તેને નૌસેનાને સુપ્રદ કરી હતી.

અખંડ, અભેદ્ય, અદશ્ય

સબમરીનું આદર્શ વાક્ય અખંડ, અભેદ્ય, અદ્રશ્ય છે. તેના ચાલકદળની એકતા અને અદમ્ય સાહસનું પ્રતીક છે. આ યુદ્ધજહાજની ક્ષમતા અને સબમરીનના નિર્માતાની શક્તિને પણ વ્યક્ત કરે છે. આદર્શ વાક્ય દરે સમયે યુદ્ધ માટે હથિયારને તૈયાર રાખવાના જોશને પણ જીવિત રાખે છે.

નામ પાછળની કહાણી

સબમરીનને ખંડેરી નામ મહારાજા શિવાજીના ખંડેરી ખાતેના કિલ્લાના નામ પરથી આપવામાં આવ્યું છે. મરાઠા સૈનિકોએ 17મી સદીના આખરમાં સમુદ્ર પર પોતાનું પ્રભુત્વ સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. છત્રપતિ શિવાજી નૌસેનાની શક્તિના મહત્વને સમજવા અને તેની મજબૂતાઈ માટે કામ કરનારા પહેલા ભારતીય શાસક હતા. મરાઠા સેનાએ પહેલો નેવલ બેસ 1654માં કલ્યાણની નજીક એક ખાડીમાં બનાવ્યો હતો.

આઈએનએસ ખંડૂરીની ખાસિયત

  • અત્યાધુનિક તકનીકથી સજ્જ સ્કોર્પિયન શ્રેણીની સબમરીન
  • સમુદ્રથી સમુદ્ર અને પાણીની અંદર પ્રહાર કરવામાં સક્ષમ
  • સબમરીનમાં ટોરપીડો અને એન્ટીશિપ મિસાલો તેનાત રહેશે
  • પાણીની અંદર 45 દિવસો સુધી રહેવાની પણ ક્ષમતા
  • 36થી વધારે નૌસૈનિકો આરામથી રહી શકે છે
  • બેટરીથી સંચાલિત, 750-750 કિલોની 360 બેટરી
  • બેટરી ચાર્જ કરવા માટે 1250 વોટ્સના બે ડીઝલ જનરેટર ઉપલબ્ધ
  • ખંડેરી સમુદ્રમાં 300 મીટરની ઊંડાઈ સુધી ઉતરી શકે છે
  • સબમરીનને દુશ્મનના કોઈપણ રડાર પકડી શકતા નથી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code