1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ સેલ્ફીમાં ઇમરાન હાશ્મી અને અક્ષય કુમાર એકસાથે જોવા મળશે
ફિલ્મ સેલ્ફીમાં ઇમરાન હાશ્મી અને અક્ષય કુમાર એકસાથે જોવા મળશે

ફિલ્મ સેલ્ફીમાં ઇમરાન હાશ્મી અને અક્ષય કુમાર એકસાથે જોવા મળશે

0
Social Share
  • ઇમરાન હાશ્મી-અક્ષય કુમાર સાથે જોવા મળશે
  • બંનેએ સોશિયલ મીડિયા પર શેર કરી ‘સેલ્ફી’
  • ફિલ્મ સેલ્ફીમાં બંને એકસાથે જોવા મળશે

મુંબઈ:અક્ષય કુમારની ગણતરી એવા અભિનેતામાં થાય છે, જેની એક ફિલ્મ પૂરી થતા પહેલા બીજી ફિલ્મની જાહેરાત થઈ જાય છે.તે ઘણીવાર એક સાથે અનેક પ્રોજેક્ટ્સ વચ્ચે સંકલન કરવાનો પ્રયાસ કરે છે. તેમની ફિલ્મોની પસંદગી એવી છે કે,તમે તેમની ફિલ્મો જોયા વિના રહી શકતા નથી.આ સિવાય તમે તેની ફિલ્મોથી ક્યારેય કંટાળો નહીં આવે.અક્ષય કુમાર વર્ષમાં ઓછામાં ઓછી બે ફિલ્મો કરે છે.

કોરોના મહામારીના સમયમાં પણ અક્ષય કુમારે ફિલ્મો કરવાનું બંધ કર્યું ન હતું.તેની ફિલ્મો સતત આવતી રહે છે.આ વર્ષે પણ તેની પાસે બેક ટુ બેક પાંચ ફિલ્મોની લાઇનઅપ છે.બુધવારે અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી જેમાં તેઓ ‘સેલ્ફી’ લેતા જોવા મળે છે. આ બંનેની એક ફિલ્મ ‘સેલ્ફી’ આવવાની છે, જેનો ટીઝર વીડિયો કરણ જોહરે રિલીઝ કર્યો છે.

https://www.instagram.com/p/CYnt3zoNKYC/?utm_source=ig_embed&ig_rid=76ecad7d-3a5b-4386-8ed3-5a5af1461f0a

આ દરમિયાન વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ નવેમ્બર 2021 માં સિનેમાઘરોમાં રિલીઝ થતાં જબરદસ્ત હિટ બનવામાં સફળ રહી.હવે, તે તેની આગામી ફિલ્મ પૃથ્વીરાજમાં માનુષી છિલ્લર સાથે જોવા મળશે. COVID-19 સ્પાઇકને કારણે ‘પૃથ્વીરાજ’ મુલતવી રાખવામાં આવ્યું છે. તે ‘રામ સેતુ’, ‘રક્ષા બંધન’, ‘બચ્ચન પાંડે’ અને બીજી ઘણી ફિલ્મોમાં પણ જોવા મળશે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code