1. Home
  2. ગુજરાતી
  3. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ઉપર ચૂંટણીપંચની નજર

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ઉપર ચૂંટણીપંચની નજર

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચાર વધુ તેજ બની રહ્યો છે. હવે ઉમેદવારોમાં મતદારો સુધી પહોંચવા માટે ડિજીટલ પ્રચાર તરફ વધ્યાં છે. જેથી હવે ચૂંટણીપંચ દ્વારા ડિજીટલ પ્રચાર અને ડિજીટલ પ્લેટફોર્મ ઉપર નજર રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં આ માટે નોડલ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોના ડિજીટલ પ્રચાર ઉપર ચુંટણીપંચ નજર રાખી રહ્યું છે. આ માટે નોડલ અધિકારી તરીકે સાબરકાંઠા SP નિરજ બડગુર્જરની નિમણુંક કરવામાં આવી છે. આજના આધુનિક જમાનામાં લોકો સોશિયલ મીડિયાનો સૌથી વધારે ઉપયોગ કરે છે. જેથી ઉમેદવારોએ પણ મતદારો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે.

સોશિયલ મિડીયા નોડલ અને એસપી સાબરકાંઠા નિરજ બડગુર્જરએ જણાવ્યું હતું કે, ચુંટણી દરમિયાન આચાર સંહિતા કે આઇટી એક્ટનો ભંગ થતો હશે તો એ માટેની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા અને તાલુકા કક્ષાએ થી પણ આ અંગે ધ્યાન રાખવામાં આવશે. રાજ્યમાં ડીવાયએસપી સ્તરના જિલ્લા કક્ષાના નોડલ પણ નિમવામાં આવ્યા છે. સોશિયલ મિડીયા પર આચાર સંહિતા સંદર્ભે નોડલને ફરિયાદ મળશે તેઓ તે અંગે ની પ્રાથમિક વિગતોની ચકાસણી કરીને આચારસંહિતતા ભંગ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણીપ્રચારને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. એટલું જ નહીં મત ગણતરીને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code