1. Home
  2. ગુજરાતી
  3. ICMRની કોરોનાને લઈને નવી એડવાઇઝરી, સૌ કોઈએ જાણવાની જરૂર
ICMRની કોરોનાને લઈને નવી એડવાઇઝરી, સૌ કોઈએ જાણવાની જરૂર

ICMRની કોરોનાને લઈને નવી એડવાઇઝરી, સૌ કોઈએ જાણવાની જરૂર

0
Social Share
  • દેશમાં કોરોનાની લહેર
  • લોકોએ સતર્ક રહેવાની જરૂર
  • આઈસીએમઆરની નવી એડવાઈઝરી

દિલ્હી: દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો સાથે સાથે લોકોની અને સરકારની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. આવામાં આઈસીએમઆર દ્વારા નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે માત્ર ઇન્ટર સ્ટેટ ઘરેલૂ યાત્રા કરનાર વ્યક્તિઓને પણ ટેસ્ટિંગ કરાવવાની જરૂર નથી. ટેસ્ટિંગ અથવા તો આરટી-પીસીઆર, TrueNat, CBNAAT, CRISPR, RT-LAMP, રેપિડ મોલિક્યૂલર ટેસ્ટિંગ સિસ્ટમ કે પછી રેપિડ એન્ટીજન ટેસ્ટ (RAT) ના માધ્યમથી કરી શકાય છે.

મહત્વનું છે કે કોરોનાવાયરસના વધતા કેસને જોતા ઘણા રાજ્યોએ આકરા પ્રતિબંધો લગાવી દીધા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ કોરોના વાયરસના નવા 1,79,723 કેસ નોધાયા છે. ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા હવે 35,707,727 થઈ ગઈ છે. એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ દેશમાં 7,23,619 દર્દીઓ સારવાર હેઠળ છે.

ઓમિક્રોન વેરિએન્ટમાં દેશના વિવિધ ભાગોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે સાથે જ ડેલ્ટાના કેસ પણ સતત વધી રહ્યા છે. આ સંદર્ભમાં, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ મેનેજમેન્ટ અને માનવ સંસાધન પર ભાર મૂકવામાં આવ્યો છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code