પ્રિન્ટેડ કપડાએ ફેશનની દુનિયામાં જમાવ્યો રંગ, વનપીસથી લઈને લોંગ કુર્તીઓ પ્રિન્ટેડમાં લાગે છે આકર્ષક
- નાના બાળકોથી લઈને યુવતીઓમાં પ્રિન્ટેડ કપડાની ફેશન
 - વનપીસથી લઈને ગાઉન પણ લાગે છે આકર્ષક
 
સામાન્ય રીતે યુવતીઓની ફેશન બદલતી રહેતી હોય છે બદલતા સમયથી સાથે ફેશનમાં પમ પરિવર્તન આવે છે જ્યારે હાલ હવે ઉનાળો આવી ગયો છે તો મોટા ભાહની ગર્લ્સ અને નાની બાળાઓ વનપીસ, લોંગ કોટમ ગાઉન વધુ પહેરે છે,જો કે આજકાલ કોટનમાં પ્રનિટેડ કપડાની ફેશને રંગ જમાવ્યો છે. નાના બાળકના શર્ટ હોય કે નાની બેબીના ફઅરોક હોય કોટનમાં અવનવી ફુલોની પ્રિન્ટ અવનવી કાર્ટૂન પ્રિન્ટ અવેલેબલ હોય છે જે બાળકોને આકર્ષક લૂકની સાથે સાથે  કમ્ફર્ટ ફીલ કરાવે છે 
 જો યુવતીઓની વાત કરીએ તો ઉનાળામાં કોટનના વન પિસે આકર્શણ જમાવ્યું છે,.જેમાં લાઈટ કલરની વધુ ડિમાન્ડ જોવા મળએ છે,જીણી પ્રિન્ટથી લઈને મોટી પ્રિન્ટના વનપીસ યુવતીઓને સ્ટાઈલિશ લૂક પ્રદાન તો કરે જ છે સાથે સાથે જ કોટન હોવાથી તે ગરમીમા પણ રાહત આપે છે. 
ફ્લાવર પ્રિન્ટ અને ફ્રૂટ પ્રિન્ટના કપડા હાલ ડિમાન્ડમાં જોવા છે. તેમાં પણ જો તમે ફ્લોરેશન, લાઇટ બ્લુ, પીળા જેવા દેખાવમાં આવતા રંગો આ પ્રકારની પ્રિન્ટવાળા શોર્ટ ડ્રેસ પહેરો છો તો તમારો લૂક ફેશનેબલ બને છે.આજ પ્રિન્ટમાં લોંગ કોટચનના ગાઉન પણ આકર્ષક લૂક પ્રદાન કરે છે. 
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

