
ક્વાન્ટબૉક્સ ચૅન્નઈ ગ્રાન્ડ માસ્ટર્સ 2025: ચૅસમાં, જર્મનીના ગ્રાન્ડ માસ્ટર વિન્સૅન્ટ કિમરે ખિતાબ જીત્યો
બેંગ્લોર: ચૅસમાં જર્મનીના ગ્રાન્ડ માસ્ટર વિન્સૅન્ટ કિમરે ક્વાન્ટબૉક્સ ચૅન્નઈ ગ્રાન્ડ માસ્ટર્સ 2025નો ખિતાબ જીતી લીધો છે. સ્પર્ધાના ઇતિહાસમાં 20 વર્ષના કિમર પહેલી વાર વ્યક્તિગત રીતે ચૅમ્પિયન બન્યા છે. તેમણે ડચ ગ્રાન્ડ માસ્ટર જોર્ડન વૅન ફૉરેસ્ટ સાથે ડ્રૉ રમીને આ ખિતાબ મેળવ્યો છે. આ પ્રદર્શનથી કિમરે પહેલી વાર વિશ્વના ટોચના 10 ખેલાડીઓમાં પણ જગ્યા બનાવી છે.
માસ્ટર્સમાં આઠ-મા રાઉન્ડની તમામ રમત ડ્રૉ રહી. અર્જૂન એરિગેસી અને કાર્તિકેયન મુરલી છેલ્લા રાઉન્ડમાં બીજા અને ત્રીજા સ્થાન માટે સામસામે હશે. ચેલેન્જર્સમાં ગ્રાન્ડ માસ્ટર પ્રણેશ એમ, ગ્રાન્ડ માસ્ટર હરિકા દ્રોણવલ્લીને હરાવી છ પૂર્ણાંક પાંચ અંકની સાથે ટોચ પર છે. ઉપરાંત ગ્રાન્ડ માસ્ટર અધિબાન ભાસ્કરન અને ગ્રાન્ડ માસ્ટર આર્યન ચોપરાએ પણ જીત મેળવી છે.