1. Home
  2. ગુજરાતી
  3. શાહીદ કપૂરની સુપર હિટ ફિલ્મ ‘કબીર સિંહ’ની બનશે સિક્વલ- પ્રોડ્યૂસરે આપી માહિતી
શાહીદ કપૂરની સુપર હિટ ફિલ્મ ‘કબીર સિંહ’ની બનશે સિક્વલ- પ્રોડ્યૂસરે આપી માહિતી

શાહીદ કપૂરની સુપર હિટ ફિલ્મ ‘કબીર સિંહ’ની બનશે સિક્વલ- પ્રોડ્યૂસરે આપી માહિતી

0
Social Share
  • શાહીદની ફિલ્મ કબિર સિંઘની બનશે સિક્વલ
  • પ્રોડયુસરે પોતે કન્ફર્મ કરી આ વાત

 

મુંબઈઃ- બોલિવૂડના ચોકલેટી બોય શાહીદ કપૂરની ફિલ્મ કબીર સિંહે સિનેમાઘરોમાં ઘૂમ મચાવી હતી ત્યારે હવે આ ફિલ્મની સિક્વલને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પીઢ નિર્માતા ભૂષણ કુમાર અને મુરાદ ખેતાની તાજેતરમાં ભૂલભૂલૈયા 2 સાથે મળીને બનાવી છે ત્યારે હવે કબિર સિંહ 2 બનવાને  લઈને તેમનું નિવેદન સામે આવ્યું છે.

‘ભૂલ ભુલૈયા 2’ બંને નિર્માતાઓની એકસાથે આ બીજી ફિલ્મ છે. આ પહેલા બંનેએ સાથે મળીને વર્ષ 2019માં શાહિદ કપૂરની ફિલ્મ ‘કબીર સિંહ’ બનાવી હતી, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. ભૂષણ અને મુરાદે કહ્યું કે તેઓ કબીર સિંહને ફ્રેન્ચાઈઝીમાં કન્વર્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે.

મીડિયા તરફથી જ્યારે ભૂષણ કુમારને પૂછવામાં આવ્યું કે શું તેઓ પોતાની કોઈ ફિલ્મ ફ્રેન્ચાઈઝી તરીકે બનાવવાનું વિચારી રહ્યા છે? જવાબમાં તેણે કહ્યું, ‘મને લાગે છે કે અમારી ફિલ્મ કબીર સિંહ ફ્રેન્ચાઈઝી બની શકે છે. તેના પ્રતિકાત્મક પાત્રને બીજા ભાગમાં લઈ શકાય છે’. મુરાદ ખેતાણી ભૂષણની આ વાત સાથે સહમત થયા છે. તેઓ આ બાબતે કહે છે કે, ‘આ પાત્ર ખૂબ જ લોકપ્રિય છે અને તેના માટે આપણે વાર્તા વિશે વિચારવું જોઈએ’. આ સિવાય મુરાદ કહે છે કે તે ‘આશિકી 3’ બનતી જોવા માંગે છે.

બંને નિર્માતાઓએ ‘ભૂલ ભુલૈયા’ના આગામી ભાગ વિશે પણ ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું, ‘અમે ભૂલ ભુલૈયા ફ્રેન્ચાઈઝીને આગળ લઈ જઈશું. આ માટે ઘણો અવકાશ છે અને અમે યોગ્ય સમયે તેની જાહેરાત કરીશું.ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ તાજેતરમાં 100 કરોડની ક્લબમાં સામેલ થઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code