1. Home
  2. ગુજરાતી
  3. શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો 
શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો 

શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો 

0
Social Share
  • શ્રદ્ધા મર્ડર કેસમાં આરોપી આફતાબને 14 દિવસની ન્યાયિક કસ્ટડી
  • આંબેડકર હોસ્પિટલમાં થયું મેડિકલ ચેકઅપ

દિલ્હીઃ- શ્રદ્ધા મરર્ડર કેસ ચર્ચા છે,આરોપી આફતાબ પાસેથી આ કેસને લઈને પૂછ કોર્ટે શ્રદ્ધા વોકર મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. આ પહેલા આફતાબને આંબેડકર હોસ્પિટલમાંથી લઈ જવામાં આવ્યો હતો.અહીંથી જ તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયો હતો. તે આજે તિહાર જેલ પહોંચશે

વિશેષ પોલીસ કમિશનર સાગરપ્રીત હુડ્ડાએ કહ્યું કે દિલ્હી પોલીસે મેજિસ્ટ્રેટને અપીલ કરી હતી કે આ મામલે આંબેડકર હોસ્પિટલમાં કોર્ટની સ્થાપના કરવામાં આવે.આ સમાચાર હમણાં જ આવ્યા છે આ વાતની પુષ્ટિ કરતા સ્પેશિયલ સીપી લો એન્ડ ઓર્ડર સાગરપ્રીત હુડ્ડાએ કહ્યું કે દિલ્હી પોલીસે મેજિસ્ટ્રેટને આંબેડકર હોસ્પિટલમાં જ કોર્ટ બનાવવાની વિનંતી કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ સાથે જ  કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર જંગલમાંથી મળેલા હાડકાઓ શ્રદ્ધાના જ હોવાની વાત બહાર આવી છે. શ્રદ્ધાના પિતાના બ્લડ સેમ્પલના ડીએનએ ટાઇલ્સ પર મળેલા લોહી અને હાડકાના સેમ્પલ સાથે મેચ થયા હતા. અત્યાર સુધી શ્રદ્ધાની હત્યા થઈ છે કે નહીં તે પોતાનામાં એક મોટો પ્રશ્ન હતો, જોકે હવે ફોરેન્સિક તપાસમાં જવાબ મળી ગયો છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code