1. Home
  2. ગુજરાતી
  3. આસામમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકાયો, આ દિવસથી લાગૂ કરાશે
આસામમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકાયો, આ દિવસથી લાગૂ કરાશે

આસામમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકાયો, આ દિવસથી લાગૂ કરાશે

0
Social Share

ઈટાવાઃ- દેશભરમાં દિવસેને દિવસે સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ વધતા જઈ રહ્યા છે કેન્જ્રની સરકારે અનેક વખત પ્રતિબંધ પણ લાગૂ કર્યો છે જો કે સંપૂર્ણ રીતે તેના પર પ્રતિબંઘ લાવવાની કવાયત હજી સુધી સફળ નિવડી નથી ત્યારે હવે વધુ એક રાજ્ય સિંગલ યૂઝ પ્લાસ્ટિક બેન કરવા જઈ રહ્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આસામની સરકારે હવે સિંગલ યૂઝ પ્લાસ્ટિકને લઈને કડકાઈ દર્શાવી છે.આસામ સરકાર આ વર્ષે 2 જી ઑક્ટોબરથી 1 લિટરથી ઓછી પોલિઇથિલિન ટેરેફ્થાલેટ થી બનેલી પીવાના પાણીની બોટલોના ઉત્પાદન અને ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી છે.

આ સહીત આસામના મુખ્યમંત્રી ડો. હિમંતા બિસ્વા સરમાની અધ્યક્ષતામાં શુક્રવારે ગુવાહાટીમાં જનતા ભવનમાં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ સીએમ શર્માએ કેબિનેટના તમામ નિર્ણયો વિશે મીડિયાને સંપૂર્ણ વિગતવાર માહિતી આપી છે.

આ સહીત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (સુધારા) નિયમો, 2021 મુજબ રાજ્યમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિક પરના પ્રતિબંધના કડક અમલીકરણને મંજૂરી આપી છે અને આ પ્રતિબંધ આ વર્ષે 2 ઓક્ટોબરથી અમલમાં આવશે. આવતા વર્ષે 2 ઑક્ટોબરથી 2 લિટરથી ઓછા જથ્થાની’ પીવાના પાણીની બોટલોના ઉત્પાદન અને ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આસામના મુખ્યમંત્રી એ કહ્યું કે પૂરમુક્ત આસામની કલ્પના કરતાં, રાજ્ય કેબિનેટે 2097 કરોડ રૂપિયાના ખર્ચે ADB-સહાયિત ‘ક્લાઈમેટ રેઝિલિયન્ટ બ્રહ્મપુત્રા ઈન્ટિગ્રેટેડ ફ્લડ એન્ડ રિવર બેંક ઈરોશન રિસ્ક મેનેજમેન્ટ પ્રોજેક્ટ’ના પ્રથમ તબક્કા માટે સંકલિત વહીવટને મંજૂરી આપી છે. આ કામ આસામની પૂર અને નદી ધોવાણ વ્યવસ્થાપન એજન્સી દ્વારા પૂર્ણ કરવામાં આવશે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code