1. Home
  2. ગુજરાતી
  3. બોલીવુડની એક્ટ્રેસ ઈશા શરવાની થઈ ઠગાઈનો શિકાર, પોલીસે 3 લોકોની કરી ધરપકડ
બોલીવુડની એક્ટ્રેસ ઈશા શરવાની થઈ ઠગાઈનો શિકાર, પોલીસે 3 લોકોની કરી ધરપકડ

બોલીવુડની એક્ટ્રેસ ઈશા શરવાની થઈ ઠગાઈનો શિકાર, પોલીસે 3 લોકોની કરી ધરપકડ

0
Social Share
  • બોલીવુડની એનઆરઆઈ અભિનેત્રી ઈશા શરવાની સાથે છેતરપિંડી
  • ઈશા શરવાની સાથે ઠગાઈ કરનારા ત્રણ લોકોની કરાઈ ધરપકડ

નવી દિલ્હી: ખુદને ઓસ્ટ્રેલિયાના ટેક્સ અધિકારી ગણાવીને બોલીવુડની ફિલ્મ લક બાઈ ચાન્સની અભિનેત્રી ઈશા શરવાનીની ઠગાઈ કરવાના મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસના પીઆરઓ પ્રમાણે, એક મોટી સફળતા પ્રાપ્ત કરતા સાઈબર ક્રાઈમ યુનિટે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોએ ખુદને ઓસ્ટ્રેલિયન કર વિભાગના અધિકારી ગણાવીને વિખ્યાત એનઆરઆઈ અભિનેત્રી ઈશા શરવાનીની સાથે છેતરપિંડી કરી છે. ઈશા હાલ ઓસ્ટ્રેલિયાના પર્થમાં વસવાટ કરે છે.

તેમણે કહ્યુ છે કે આરોપીઓએ તેમને વેસ્ટર્ન યુનિયન અને આરઆઈએ મની ટ્રાન્સફરના માધ્યમથી 5700 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે ત્રણ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા છે.

ઈશા શરવાનીએ બોલીવુડમાં 2005માં કિસના ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં તેની સાથે વિવેક ઓબેરોય લીડ રોલમાં હતો. બાદમાં તેણે ગુડ બોય બેડ બોય, ડેવિડ અને કરીબ કરીબ સિંગલ સહીતની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code