1. Home
  2. ગુજરાતી
  3. અમેરીકામાં ટ્રેડ ડીલ કરી શકે છે પીએમ મોદી-આઈફોન જેવા કેટલાક ઉત્પાદન થશે સસ્તા
અમેરીકામાં ટ્રેડ ડીલ કરી શકે છે પીએમ મોદી-આઈફોન જેવા કેટલાક ઉત્પાદન થશે સસ્તા

અમેરીકામાં ટ્રેડ ડીલ કરી શકે છે પીએમ મોદી-આઈફોન જેવા કેટલાક ઉત્પાદન થશે સસ્તા

0

 દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી 21 થી 27 સપ્ટેમ્બર સુધી અમેરીકાની મુલાકાતે જઈ રહ્યા છે, પીએમ મોદીની અમેરીકા યાત્રા દરમિયાન ભારત અને અમેરીકા વચ્ચે એક વ્યાપારિક સમજૌતો થઈ શકે છે,જેમાં ભારતમાં આયાત કરેલા આઇફોન જેવા અનેક ઉત્પાદનો સસ્તા થઈ શકે છે.

પ્રધાન મંત્રી આ છ દિવસની મુલાકાત દરમિયાન મેરીકાના હ્યૂસ્ટનમાં,ટેક્સાસ અને ન્યૂયોર્ક શહેરોની યાત્રા કરશે,બિઝનેસ સ્ટૈંડર્ડએ અધિકારીક સુત્રોના ક્હયા મુજબ સમાચાર પ્યા છે કે,આ સમય દરમિયાન ભારત અને અમેરીકા પોતાના લાંબા વ્યાપારીક મામલાને સરળતાથી સુલજાવવા માટે ક સમજોતો કરી શકે છે

આ સમજોતાના પેકેજને આખરી ઓપ આપવા માટે અંદાજે છેલ્લા એક વર્ષથી કામ ચાલી રહ્યું છે ને બન્ને દેશોના વ્યાપારીક અધિકારી અંદાજે 6 વખત મળી પણ ચૂક્યા છે,ભારત પાસેથી એ આશા રાખવામાં આવી રહી છે કે,તે કોરોનેરી સ્ટેંટ કિમંત પર લગાવવામાં આવેલી કટોકટીમાં ઘટાડો કરશે,આ સિવાય અમેરીકાથી આવનારા કેટલાક હાઈ એંડ મોબાઈલ ફોન,સ્માર્ટ વૉચ,આઈફોન જેવા કેટલાક સૂચના અને સંચાર ટેકનોલૉજીથી જોડાયેલા ઉત્પાદકોથી યાતના ટેક્સ પર ઘટાડો કરી શકાશે,જેનાથી ભારતમાં આઈફોનની કિંમતોમાં પણ ઘટાડો થઈ શકે છે.

તેના બદલામાં અમેરીકા ભારતીય ચીજ-વસ્તો પર રેસિપ્રોકલ ટેક્સ લગાવવાનો પોતાનો આક્રમક રુખને નરમ કરી શકે છે.અમેરીકી રાષ્ટ્રપતિ ટ્રંપ પહેલા એ આરોપ લગાવી ચૂક્યા છે કે ,ભારત ઉચ્ચ ટૈરીક વાળો દેસ છે,ખાસકરીને હાર્લે ડેવિડસન મોટરસાઈકલોના સંદર્ભમાં તેમણે આ વાત કરી હતી,ભારત પર એવો કોઈ ટેક્સ લગાવવા પર બન્ને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધ ખરાબ કરી શકે છે.ચીન અને અમેરીકામાં પહેલાથી જ તણાવ ચાલી રહ્યો છે એવામાં અમેરીકા હવે ભારત સાથે પોતાના સંબંધ બગાડવાનું જોખમ લેવા નહી માંગે.

અમેરીકાએ ભારતની એ જીએસપીની સુવિધાને ખતમ કરી દીધી છે,જેના હેઠળ ભારતીય ઉત્પાદકોને અમેરીકી બજારમાં ડ્યૂટીની એક્સેસ મેળવવી છે,ત્યાર બાદ ભારતે અમેરીકાના કેટલાક મહત્વ પુર્ણ ઉત્પાદકો પર આયાત દર વધાર્યો છે,મેરીકાના 44 પ્રભાવશાળી સાંસદોએ હાલમાં ટ્રંપ પ્રશાસનથી ભારતને જીએસપી વ્યાપારના કાર્યક્રમમાં બરકરાર રાખવાની માંગણી કરી છે.

ટ્રંપ પ્રશાસને જૂન મહિનામાં ભારતને જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રિફરેંસની બહાર કરી નાખ્યો હતો,જીએસપી હેઠળ,ભારતને અમેરીકા સાથે વ્યાપારમાં પસંદગી મળે છે, યુ.એસ.એ 1976 માં જીએસપીનો હેતુ વિકાસશીલ દેશોમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. આ અંતર્ગત મેરીકા માટે પસંદ કરેલા માલની નિકાસને અન્ય દેશોમાં ડ્યુટી મુક્ત અથવા નજીવા ટેરિફ પર માન્ય છે.

ભારત હવે અમેરીકા માટે કાચા તેલનો ખરીદાર પણ બની ગયો છે,હાલમાં અમેરીકા હાલમાં અમેરિકા વિશ્વમાં ક્રૂડ ઓઇલનો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો છે ભારતમાં તે મોટી સંભાવના સેવી રહ્યા છે. વર્ષ 2017 માં પ્રથમ વખત ભારતે યુએસ પાસેથી ક્રૂડ તેલની આયાત કરી હતી. ઇન્ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલિયમ યુ.એસ.માંથી 20 લાખ બૈરલ ક્રૂડ ઓઈલનો ઓર્ડર પ્યો છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published.