1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શાળામાં પરીક્ષા આપવા સ્કુટર પર જતાં બે વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો, એકનું મોત
શાળામાં પરીક્ષા આપવા સ્કુટર પર જતાં બે વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો, એકનું મોત

શાળામાં પરીક્ષા આપવા સ્કુટર પર જતાં બે વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો, એકનું મોત

0
Social Share

અમદાવાદઃ શહેરમાં ઘણાબધા વિદ્યાર્થીઓ સ્કુટર કે બાઈક લઈને શાળાઓમાં જતાં હોય છે. સગીરવયના વિદ્યાર્થીઓને તેમના વાલીઓ પણ સ્કુટક કે બાઈક ચલાવવા માટે આપી દેતા હોય છે. અને ઘણીવાર આવા વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે. અમદાવાદ શહેરના ઈન્દિરાબ્રિજ પર સ્કુટર પર જતાં બે વિદ્યાર્થીઓએ સ્કુટરનેબ્રેક ન લાગતા સ્કુટર અન્ય વાહન સાથે અથડાયું હતું. જેમાં એક વિદ્યાર્થીને માથાના ભાગે વાગતા તેનું મોત નિપજ્યું હતું જ્યારે એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદના  ઇન્દિરા બ્રિજ પર આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. બે વિદ્યાર્થીઓ વાહન લઇને સ્કૂલમાં પરીક્ષા આપવા જઇ રહ્યા હતા, ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે,  બન્ને વિદ્યાર્થીઓ વ્હીકલ પર જઇ રહ્યા હતા ત્યારે વાહનની બ્રેક ન લાગતાં અકસ્માત થયો હતો. વાહનની બ્રેક ન લાગતાં તેઓ આગળ જતી ગાડીમાં ઘુસી ગયા હતા. વિદ્યાર્થીઓ સ્કુટક સાથે ગાડીમાં ધડાકાભેર અથડાયા હતા, જેમાં એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે રસ્તા પર જઇ રહેલા વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા અને 108 તથા પોલીસને અકસ્માત અંગે જાણ કરી હતી. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, સ્કૂલમાં અભ્યાસ કરતાં કિશોર વયના વિદ્યાર્થીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. વાલીઓએ પણ તેમના બાળકોને નાની ઉંમરમાં વાહન આપતાં પહેલાં ચેતવું જોઇએ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code