1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટઃ ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને આઠ રનથી હરાવ્યું
વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટઃ ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને આઠ રનથી હરાવ્યું

વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટઃ ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને આઠ રનથી હરાવ્યું

0
Social Share

નવી દિલ્હીઃ વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટમાં ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને આઠ રનથી હરાવ્યું હતું. રાત્રે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાત જાયન્ટ્સ માટે જીત જરૂરી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલા ગુજરાતે કેપ્ટન બેથ મૂનીના 52 બોલમાં અણનમ 74 રનની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 152 રન બનાવ્યા હતા.

યુપીની ટીમ દીપ્તિ શર્માના 60 બોલમાં અણનમ 88 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 144 રન જ બનાવી શકી હતી. ગુજરાત જાયન્ટ્સ તરફથી 16 વર્ષની ઝડપી બોલર શબનમ શકીલે 11 રન આપીને 3 વિકેટ લીધી હતી.

ગુજરાત બે જીત સાથે સાત મેચમાંથી ચાર પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં હજુ પણ તળિયે છે. યુપી ત્રણ જીત અને પાંચ હાર સાથે કુલ છ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સ આજે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code