Homeગુજરાતીદેશ-વિદેશટોરેન્ટ ગ્રીન એનર્જીએ MSKVY PM-KUSUM યોજના અંતર્ગત મહારાષ્ટ્રમાં ૩૨૨ MWpના વિકેન્દ્રિત સૌર...

ટોરેન્ટ ગ્રીન એનર્જીએ MSKVY PM-KUSUM યોજના અંતર્ગત મહારાષ્ટ્રમાં ૩૨૨ MWpના વિકેન્દ્રિત સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ કાર્યરત કર્યા

અમદાવાદ, સપ્ટેમ્બર 8, ૨૦૨૬: ટોરેન્ટ ગ્રુપની કંપની અને ટોરેન્ટ પાવર લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ‘ટોરેન્ટ ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ’ દ્વારા મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના (MSKVY) ૨.૦ હેઠળ કુલ ૩૨૨ MWp ક્ષમતાના વિકેન્દ્રિત સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સનું અમલીકરણ ‘પીએમ-કુસુમ’ યોજનાના ઘટક-સી હેઠળ ફીડર-સ્તરે સૌર ઊર્જા પહોંચાડવાના હેતુથી કરવામાં આવ્યું છે.

નાશિક જિલ્લાના ૧૪ તાલુકાઓમાં કુલ ૫૦ સ્થળોએ આ સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવ્યા છે. MSKVY અંતર્ગત અમલમાં મુકાયેલા સૌથી મોટા અને ભૌગોલિક રીતે વ્યાપક કૃષિ ફીડર સોલારાઇઝેશન પ્રોજેક્ટ્સમાંનો આ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ્સમાંથી ઉત્પન્ન થતી સૌર ઊર્જા ૨૫ વર્ષના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) હેઠળ ‘મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ’ (MSEDCL) ને પૂરી પાડવામાં આવશે.

ભારત સરકારના કૃષિ ક્ષેત્રના સોલારાઇઝેશન અને ઊર્જા આત્મનિર્ભરતાના લક્ષ્યોને અનુરૂપ, આ પ્રોજેક્ટ દ્વારા ખેતીની વીજ જરૂરિયાત ધરાવતા વિસ્તારોની નજીક જ સ્વચ્છ સૌર ઊર્જાનું ઉત્પાદન કરવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોમાં સ્થાપિત આ સ્થાનિક સોલાર પ્લાન્ટ્સ દ્વારા કૃષિ ફીડર્સને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજળી પૂરી પડાશે, જેથી ખેડૂતોને દિવસના સમયે વધુ વિશ્વસનીય વીજ પુરવઠો મળી રહેશે. આ ઉપરાંત, વીજ ગ્રીડની કાર્યક્ષમતા વધારવામાં, ડિસ્ટ્રિબ્યુશન લોસ ઘટાડવામાં તેમજ ટકાઉ કૃષિ વિકાસને વેગ આપવામાં પણ આ પ્રોજેક્ટ મદદરૂપ થશે. આ જટિલ પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે અનેક મોરચે એક સંકલિત કાર્યશૈલીથી કામ હાથ પર લેવામાં આવ્યું હતું. તેમાં જમીનના પ્રશ્નોનું નિરાકરણ, ગ્રીડ કનેક્ટિવિટી, સ્થાનિક મંજૂરીઓ, ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગ કાર્યક્ષમતા અને સતત ચાલતા બાંધકામ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો.

આ અંગે માહિતી આપતાં ટોરેન્ટ પાવર લિમિટેડના હોલ-ટાઇમ ડિરેક્ટર શ્રી જિગીશ મહેતાએ જણાવ્યું હતું કે, “આ સફળતા MSEDCL, સ્થાનિક વહીવટીતંત્ર, જમીનમાલિકો, પ્રોજેક્ટ પાર્ટનર્સ, કોન્ટ્રાક્ટરો અને ટોરેન્ટની સમગ્ર ટીમના ઉત્કૃષ્ટ સંકલનનું પરિણામ છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ ભારતના ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનમાં યોગદાન આપવાની અને આપણા ખેડૂતોને દિવસ દરમિયાન વિશ્વસનીય તથા ટકાઉ  વીજળી પૂરી પાડવાની ટોરેન્ટની અચળ પ્રતિબદ્ધતાને પુનઃરૂપિત કરે છે.”

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular