1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના ફ્રુટ માર્કેટમાં કેરીઓ કાર્બનથી પકવનારા વેપારીઓને ત્યાં મ્યુનિ.એ પાડ્યા દરોડા
સુરતના ફ્રુટ માર્કેટમાં કેરીઓ કાર્બનથી પકવનારા વેપારીઓને ત્યાં મ્યુનિ.એ પાડ્યા દરોડા

સુરતના ફ્રુટ માર્કેટમાં કેરીઓ કાર્બનથી પકવનારા વેપારીઓને ત્યાં મ્યુનિ.એ પાડ્યા દરોડા

0
Social Share

સુરત:  ગુજરાતમાં આ વખતે પ્રતિકૂળ વાતાવરણ અને માવઠાને કારણે કેરીના પાકને નુકશાન થતાં કેરીના ભાવ સામાન્ય કરતા વધુ છે. બજારમાં કેસર કેરી, રત્નાગીરી આફુસ સહિત કેરીઓ માર્કેટમાં વેચાય રહી છે. ત્યારે કેટલાક વેપારીઓ કાચી કેરીને ત્વરિત પકવવા માટે કાર્બન સહિત કેમિકલનો ઉપયોગ કરતા હોય છે. જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી પ્રતિબંધિત છે. છતાં કેટલાક વેપારીઓ કેરીઓને પકવવા માટે કાર્બન સહિત કેમિકલનો ઉપયોગ કરી રહ્યાની માહિતી મળતા સુરત મ્યુનિ.ના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ફ્રુટ માર્કેટમાં તપાસ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉનાળાની શરૂઆત થતાં જ ફળોના રાજા કેરી બજારમાં આવી જતી હોય છે, ત્યારે કેરીને પકવવા માટે વેપારીઓ કાર્બન નામના ઝેરી પાઉડરનો ઉપયોગ કરતાં હોય છે. આ પાવડર સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાને લઈને સુરતમાં મ્યુનિ.ના આરોગ્ય વિભાગ દ્વારા ફૂટ માર્કેટમાં સર્ચ કરવામાં આવ્યું હતુ. જો આ પ્રકારનો કૃત્ય કરતાં કોઈ વેપારી પકડાય તો તેના માલના નાશ સાથે તેના પર દંડની કાર્યવાહી પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે. જો કોઈ વેપારી કાર્બન પાઉડરનો ઉપયોગ કરીને કેરી પકવતો પકડાય તો તે માલનો નાશ કરવા સાથે તેને નોટિસ આપી દંડની કાર્યવાહી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત કાર્બનનો ઉપયોગ કરીને કેરી પકવવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદોને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. ઉનાળાની શરૂઆત થવાની સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેના લઇને ફ્રૂટના વેપારીઓમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા કેરી સિવાય અન્ય ફળોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code