1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બાયડ માર્કેટિંગ યાર્ડમાં સાત દુકાનોના તાળાં તૂટતા વેપારીઓ હડતાળ પર ઉતર્યા
બાયડ માર્કેટિંગ યાર્ડમાં સાત દુકાનોના તાળાં તૂટતા વેપારીઓ હડતાળ પર ઉતર્યા

બાયડ માર્કેટિંગ યાર્ડમાં સાત દુકાનોના તાળાં તૂટતા વેપારીઓ હડતાળ પર ઉતર્યા

0
Social Share

પાલનપુરઃ  જિલ્લાના દિયોદર માર્કેટ યાર્ડમાં પાંચ દિવસ પહેલા તસ્કરોએ સાત દુકાનોના તાળાં તોડીને ચોરી કરી હતી. વેપારીઓએ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોધાવ્યા બાદ પણ હજુ તસ્કરો પકડાયા નથી. બીજીબાજુ તસ્કરો ન પકડાય ત્યાં સુધી યાર્ડના વેપારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. તેના લીધે યાર્ડમાં કૃષિ ઉપજ વેચવા માટે આવતા ખેડુતો પરેશાન થઈ રહ્યા છે.

દિયોદરના માર્કેટયાર્ડમાં પાંચ દિવસ પહેલા તસ્કરોએ સાત દુકાનના તાળાં તોડી 4.65 લાખની રોકડ રકમ ચોરી જતા વેપારીઓએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જોકે હજુ સુધી તસ્કરો ન પકડાતાં વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે. જેને લઈને છેલ્લા 5 દિવસથી વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાઇ ત્યાં સુધી હડતાળ ઉપર ઉતર્યા છે. જેથી વેપારીઓ અને ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, દિયોદર નવીન માર્કેટયાર્ડમાં પાંચ દિવસ પહેલા રાત્રે તસ્કરોએ ત્રાટકી પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાની શિવ ટ્રેડસ સહિત સાત દુકાનોને તાળા તોડી દુકાનોમાં રહેલા 4.65 લાખની રોકડ રકમની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ અંગે દિયોદર માર્કેટયાર્ડના વેપારીઓએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જોકે માર્કેટયાર્ડમાં ચોરી થતા વેપારીઓ અચોક્કસ મુદત માટે ધંધા-રોજગાર બંધ રાખી જ્યાં સુધી તસ્કરો ન પકડાય ત્યાં સુધી હડતાળ ઉપર ઉતરી ગયા હતા.  જેથી માર્કેટયાર્ડમાં હરાજી બંધ રહેતા ખેડુતો પરેશાન બન્યા છે.

દિયોદર યાર્ડમાં હડતાળ ઉપર ઉતરેલા વેપારીઓએ કહ્યું કે, માર્કેટયાર્ડમાં સાત દુકાનોના તાળા તૂટવાના 5 દિવસ જેટલો સમય થવા છતાં તસ્કરો ન ઝડપાતા વેપારીઓએ અચોક્કસ મુદત માટે દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તસ્કરો નહિ ઝડપાય ત્યાર સુધી હડતાળ ચાલુ રાખીશું. આ અંગે દિયોદર માર્કેટયાર્ડ કાર્યાલયમાં  લેખિત જાણકારી આપી હડતાળ આરંભી છે. આગામી સમયમાં તસ્કરો ઝડપાયા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. જોકે માર્કેટયાર્ડને હડતાળ રહેતા વેપારીઓ અને ખેડૂતોને નુકસાન પહોંચતું હોવાનું દુઃખ પણ વેપારીઓ વ્યક્ત કર્યું હતું.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ યાર્ડમાં ચોરી બાબતે ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. ડોગ સ્કવોર્ડ, એફએસએલ તેમજ સીસીટીવી ફૂટેજના મદદથી તપાસ ચાલી રહી છે.ટૂંક સમયમાં તસ્કરોને ઝડપી લઇશું. (File photo)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code