1. Home
  2. ગુજરાતી
  3. અજય દેવગનની મોસ્ટ અવોઈટેડ વેબ સિરિઝ ‘રુદ્ધ – એઝ ઓફ ડાર્કનેસ’ નું ટ્રેલર રિલીઝઃ- 4 માર્ચના રોજ વેબ સિરિઝ થશે રિલીઝ
અજય દેવગનની મોસ્ટ અવોઈટેડ વેબ સિરિઝ ‘રુદ્ધ – એઝ ઓફ ડાર્કનેસ’ નું ટ્રેલર રિલીઝઃ- 4 માર્ચના રોજ વેબ સિરિઝ થશે રિલીઝ

અજય દેવગનની મોસ્ટ અવોઈટેડ વેબ સિરિઝ ‘રુદ્ધ – એઝ ઓફ ડાર્કનેસ’ નું ટ્રેલર રિલીઝઃ- 4 માર્ચના રોજ વેબ સિરિઝ થશે રિલીઝ

0
Social Share
  • અજય દેવગનની  વેબ સિરિઝ ‘રુદ્ધ નું ટ્રેલર રિલીઝ 
  • ડીસીપીના શાનદાર અવતારમાં અજય દેવનગ જોવા મળ્યા

 

મુંબઈઃ- બોલિવૂડ સ્ટાર અજય દેવગણ તેની અપકમિંગ વેબ સિરિઝ રુદ્ધ ને લઈને ચર્ચામાં છે.ચાહકો તેની આ સિરિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે,ત્યારે આજરોજ ડિઝની પ્લસ પર તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે,

આ વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોવા મળશે  આ શો માં અજય દેવગન ડીસીપી રૂદ્ર વીર સિંહના રોલમાં જોવા મળી રહ્યા છે. આ વેબ સિરીઝમાં અજય દેવગન પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે પરંતુ રસપ્રદ વાત એ છે કે અચાનક તેનું પાત્ર બદલાઈ જાય છે અને તે પોલીસમાંથી ગુનેગાર બની જાય છે.અને કહાનીમાં નવો વળાંક આવે છે.

 

સોશિયલ મીડિયા પર ટ્રેલર શેર કરતા અજય દેવગને લખ્યું – અંધકારથી ઘેરાયેલો, હું ન્યાયનો પ્રકાશ લાવવા માટે તૈયાર છું… અજય દેવગનની વેબ સિરીઝ એક ક્રાઈમ થ્રિલર ડ્રામા છે. આ સિરિઝમાં જે રીતે અજય પોલીસમાંથી ગુનેગાર બને છે તેની કહાની દિલચસ્પ બતાવામાં આવી છે જે રહસ્યથી ઘેરાયેલી છે

આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 4 માર્ચથી રિલીઝ થશે. આ વેબ સિરીઝનું નિર્માણ બીબીસી સ્ટુડિયો અને એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ સીરિઝમાં એશા દેઓલ, રાશિ ખન્ના, તરુણ ગેહલોત, સત્યદીપ મિશ્રા અને આશિષ વિદ્યાર્થી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.ઉલ્લેખનીય છે કે અભિનેતા અજય દેવગને આ સિરિઝ દ્રારા ઓટીટી પર ડેબ્યુ કરી રહ્યા છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code