1. Home
  2. ગુજરાતી
  3. બિગબોસ વિનર રુબિના દિલૈકની ફર્સ્ટ ફિલ્મ ‘અર્ઘ’નું ટ્રેલર રિલીઝ- રાજપાલ યાદવની શાનદાર એક્ટિંગ જોવા મળી, OTT પ્લેટફઓર્મ પર જૂનમાં રિલઝ થશે ફિલ્મ
બિગબોસ વિનર રુબિના દિલૈકની ફર્સ્ટ ફિલ્મ ‘અર્ઘ’નું ટ્રેલર રિલીઝ- રાજપાલ યાદવની શાનદાર એક્ટિંગ જોવા મળી, OTT પ્લેટફઓર્મ પર જૂનમાં રિલઝ થશે ફિલ્મ

બિગબોસ વિનર રુબિના દિલૈકની ફર્સ્ટ ફિલ્મ ‘અર્ઘ’નું ટ્રેલર રિલીઝ- રાજપાલ યાદવની શાનદાર એક્ટિંગ જોવા મળી, OTT પ્લેટફઓર્મ પર જૂનમાં રિલઝ થશે ફિલ્મ

0
Social Share
  • રુબિના દિલૈકની ફિલ્મ અર્ઘનું ટ્રેલ ર રિલીઝ
  • રાજપાલ યાદવે દર્શકોનું ધ્યાન ખેચ્યું

મુંબઈઃ- બિગબોસ વિનર બની ચૂકેલી ટીવી એક્ટ્રેસ રૂબિના દિલૈક હવે  બોલિવૂડની ફિલ્મોમાં ડેબ્યૂ કરવા  જઈ રહી છે. આજરોજ બુધવારે તેની ડેબ્યૂ ફિલ્મ ‘અર્ધ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું.

જો ફિલ્મની કહાનિની વાત કરીએ તો સ્ટ્રગલ કરતા અભિનેતાની કહાની જોવા મળશે, જો કે મહત્વની વાત  એ છે કે આ ફિલ્મમાં રૂબીના સાથે રાજપાલ યાદવ લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. આ સાથે હિતેન તેજવાણી અને કુલભૂષણ ખરબંદા પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું ટ્રેલર પણ ખૂબ જ શાનદાર લાગે છે, જેમાં રાજપાલ યાદવ એક એવા પાત્રમાં જોવા મળે છે જે તેણે પહેલા ક્યારેય ભજવ્યું નથી. રૂબીનાનું પાત્ર પણ એકદમ ચેલેન્જભર્યું જોવા મળે  છે.

ટ્રેલરમાં રૂબીના પણ જોવા મળી રહી છે, જે આ મોસ્ટ-અવેઈટેડ સોશિયલ ડ્રામાથી મોટા પડદા પર પદાર્પણ કરી રહી છે, શિવની પત્ની તરીકે, જે તેના પતિને અભિનેતા બનવાના સંઘર્ષમાં સાથ આપી રહી છે, આ દંપતીને એક પુત્ર પણ છે.અભિનેતા હિતેન તેજવાનીને શિવના નજીકના મિત્ર તરીકે દર્શાવવામાં આવ્યો છે

ફિલ્મની વાર્તા સંઘર્ષમય જીવન પર આઘારિ

ફિલ્મ અર્ધનું ટ્રેલર એભિનેત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. ટ્રેલરમાં, પીઢ અભિનેતા રાજપાલ યાદવ થિયેટર કલાકાર શિવની ભૂમિકા ભજવે છે, જે ફિલ્મોમાં અભિનેતા બનવાનું સપનું જોઈ રહ્યા છે. જો કે, ગરીબીને કારણે ઘર ચલાવવા માટે, તે ટ્રાન્સજેન્ડર બની જાય છે અને સિગ્નલો અને ટ્રેનોમાં લોકો પાસે પૈસા માંગે છે. શિવ પોતાનું નામ અને દેખાવ બદલીને સિગ્નલ પર લોકો પાસે પૈસા માંગે છે અને કંઈક રીતે પરિવારનું ગુજરાન ચલાવે છે.બસ, ફિલ્મની વાર્તા શિવના સંઘર્ષ પર આઘારિત છે.

10 જૂને ફિલ્મ ઓટીટી પર થશે રિલીઝ

આ ફિલ્મ અર્ધ 10 જૂને OTT પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ થવાની તૈયારીમાં છે. રૂબીના માટે બોલિવૂડમાં કામ કરવાનો આ પ્રથમ પ્રસંગ છે, તેથી અભિનેત્રી તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે,ત્યારે રાજપાલ પણ આ ફિલ્મ થકી ફરી એક વત લીડ રોલમાં જોવા મળશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code