1. Home
  2. ગુજરાતી
  3.  ગૃહિણીઓનું જબેટ ખોરવાયું- હવે ટામેટાની કિંમત આસમાને પહોંચી,ટામેટાના ભાવ 80 થી 100 રુપિયે પ્રતિ કિલો 
 ગૃહિણીઓનું જબેટ ખોરવાયું- હવે ટામેટાની કિંમત આસમાને પહોંચી,ટામેટાના ભાવ 80 થી 100 રુપિયે પ્રતિ કિલો 

 ગૃહિણીઓનું જબેટ ખોરવાયું- હવે ટામેટાની કિંમત આસમાને પહોંચી,ટામેટાના ભાવ 80 થી 100 રુપિયે પ્રતિ કિલો 

0
Social Share
  • હવે ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા
  • પ્રતિ કિલો 80 થી 100 રુપિયા વેચાઈ રહ્યા છે ટામેટા

 

દિલ્હી  – દેશભરમાં સતત મોંધવારીનો માર જોવા મળી રહ્યો છે. જ્યારે હાલ પેટ્રોલ -ડિઝલ કે સીએનજીના ભાવ પણ સતત વધી જ રહ્યા છે આ પહેલા શાકભાજીમાં લીબુંની કિમંતો 400 રુપિયે કિલો સુધી પહોચી હતી  આવી સ્થિતિમાં હવે રોજીંદા જીવનમાં શાકમાં વપરાતા ટામેટાના ભઆવ પણ વધતા જોવા મળ્યા છે

દેશમાં લીંબુ બાદ હવે ટામેટા પર પણ મોંઘવારીનો લાલ લાગી ગયો છે. ગરમીના કારણે ટામેટાના પાકને નુકસાન થયું છે, જેના કારણે તેના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં જ્યાં ટામેટાની છૂટક કિંમત 90 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે, તો ઉત્તર ભારતના રાજ્યોમાં આ ભાવ 50 થી 60 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહ્યો છે.

ઉનાળાની સિઝન હોવાથી શાકભાજી પણ મોંધુ થયું છે જો કે દરેક શાકના સ્વાદને બમણો બનાવનાર ટામેટા વધુ મોંઘા થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.શાકભાજીના વેપારીઓના મતે ઉત્તર ભારતના રાજ્યોમાં આવતા મહિના સુધીમાં આ ભાવ 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે.

આ દિવસોમાં દેશભરના છૂટક બજારોમાં ટામેટાં 40 થી 84 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જે બે અઠવાડિયા પહેલા 30 થી 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે હતા. આ દિવસોમાં દેશના સૌથી મોંઘા ટામેટા દક્ષિણ અને પૂર્વ ભારતના શહેરોમાં વેચાઈ રહ્યા છે. 

કર્ણાટકના શિમોગામાં ટામેટા 84 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. તે આંધ્ર પ્રદેશના કુર્નૂલમાં રૂ. 80 ​​અને ઓડિશાના કટકમાં રૂ. 75માં વેચાય છે. ટામેટાના છૂટક ભાવ દિલ્હીમાં 40 થી 50 રૂપિયા, ભોપાલમાં 30 થી 40 રૂપિયા, લખનૌમાં 40 થી 50 રૂપિયા છે. મુંબઈમાં તે 60 થી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. જો ગુજરાતની વાત કરીએ તો અહી અમદાવાદ જેવા શહેરોમાં ટામેટા 80 રુ કિલો મળી રહ્યા છે આમ દેશભરના શહેરોમાં ટામેટા મોંધા થયા છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code