
ફિલ્મ ‘ધ કશ્મીર ફાઈલ્સ’નું ટ્રેલર રિલીઝ – 90ના દાયકાની કાશ્મીરી પંડિતોની હિજરત અને હત્યાની દર્દનાક કહાનિ
- ફિલ્મ ઘ કાશ્મીરી ફાઈલ્સનું ટ્રેલર રિલીઝ
- કાશ્મીરી પંડિતોની વ્યથા જોવા મળી
મુંબઈઃ- કાશ્મીરી પંડિતોના દર્દની કહાનિ દર્શાવતી ફિલ્મ એટલે દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જેનું આજરોજ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.આ ફિલ્મની વાર્તા 90ના દાયકામાં કાશ્મીરી પંડિતોની હિજરત અને હત્યા પર આધારિત છે.
દિગગર્શક માટે કાશ્મીર નરસંહારની વાર્તાને મોટા પડદા પર લાવવી એ સરળ કામ નહોતુંતેને ખૂબ જ સંવેદનશીલતા સાથે હેન્ડલ કરવું પડ્યું હતું. આ ફિલ્મ 11 માર્ચ 2022ના રોજ રિલીઝ થશે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને જી સ્ટૂડિયો,આઈએમબુદ્ધા અને અભિષેક અગ્રવાલ, આર્ટસ બેનર હેઠળ નારાયણ અગ્રવાલ,અભિષેક અગ્રવાલ ,પલ્લવી જોશી અને વિવેક એગ્નિહોત્રી દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે
આ ટ્રેલરમાં જોવા મળે છે કે કાશ્મીરમાં સાંપ્રદાયિક તણાવ હોય છે, આ દરમિયાન કાશ્મીરી પંડિતો શાંતિની આશા રાખી રહ્યા છે. બૌદ્ધિકો જેવા લોકો કોણ સાચુ અને કોણ ખોટું તેની ચર્ચા કરતા હોય છે. બીજી તરફ, વિરોધીઓ પણ ‘આઝાદી’ની માંગ કરી રહ્યા છે અને લોકોને મારવાનો સીલસીલો પણ શરુ હોય છે.
કાશ્મીરી પંડિતોની કહાનિ દર્શાવતી આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, દર્શન કુમાર, ભાષા સુમ્બલી, ચિન્મય માંડલેકર, પુનીત ઈસ્સાર, મૃણાલ કુલકર્ણી, અતુલ શ્રીવાસ્તવ અને પૃથ્વીરાજ સરનાઈક મુખ્ય ભૂમિકામાં છે.