
પ્રદુષણ મામલે હવે આ NCR પ્રદેશોમાં 10 વર્ષ જૂના ડિઝલ વાહનો અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ
- વધતા પ્રદુષણને લઈને લેવાયો મહત્વનો નિર્ણય
- 10 વર્ષ જૂના ડિઝલ વાહનો બેન
- 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પણ પ્રતિબંધ રહેશેૉ
- રસ્તા પર દેખાતા ઝપ્ત કરાશે
દિલ્હીઃ-છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી અને આજૂબાજૂના વિસ્તારોમાં પ્રદુષણનું સ્તર વધી રહ્યું છે ત્યારે પ્રદૂષણના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને, એનસીઆર પ્રદેશમાં પરિવહન વિભાગ દ્વારા 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોના ચલાવવા પર ફરીથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
છેલ્લા બે વર્ષથી આવા વાહનો બેફામ માર્ગો પર દોડી રહ્યા છે ત્યારે આવા વાહનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વિભાગ દ્વારા આવા વાહનો પર કરવામાં આવેલી કાર્યવાહી અંગે 15 નવેમ્બરે વિવિધ જિલ્લાઓમાંથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો. પરંતુ અધિકારીઓ આવા વાહનો પર કરવામાં આવેલી કાર્યવાહીની જાણ કરી શક્યા નથી. આવી સ્થિતિમાં હવે આવા વાહનો સામે વાહન વ્યવહાર વિભાગ અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
જેથી હવે આ પ્રતિબંધ લાગૂ કર્યા બાદ હવે જો આ વાહનો રોડ પર ચાલતા જોવા મળશે તો તેને તાત્કાલિક જપ્ત કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ કમિશનરે હરિયાણાના કરનાલ સહિત 14 જિલ્લાના ડીટીઓ અને પોલીસને આ માટે આદેશ જારી કર્યા છે. અહીં પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આ કાર્ય માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો રોજેરોજ રસ્તાઓ પર ઉતરશે અને આવા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ આદેશ કરનાલ ઉપરાંત ફરીદાબાદ, પલવલ, નૂહ, ગુરુગ્રામ, રેવાડી, મહેન્દ્રગઢ, ચરકીદાદ્રી, ભિવાની, જીંદ, રોહતક, ઝજ્જર, સોનીપત અને પાણીપતમાં જારી કરવામાં આવ્યો છે