1. Home
  2. ગુજરાતી
  3. હવે બસમાં કરો યાત્રા ‘દિલ્હી’ થી ‘લંડન’ – 18 દેશોમાં ફરતા-ફરતા 70 દિવસે તમને પહોંચાડશે લંડન
હવે બસમાં કરો યાત્રા ‘દિલ્હી’ થી ‘લંડન’ – 18 દેશોમાં ફરતા-ફરતા 70 દિવસે તમને પહોંચાડશે લંડન

હવે બસમાં કરો યાત્રા ‘દિલ્હી’ થી ‘લંડન’ – 18 દેશોમાં ફરતા-ફરતા 70 દિવસે તમને પહોંચાડશે લંડન

0
  • હવે દિલ્હીથી બસ દ્વારા પહોચી શકાશે લંડન
  • આ માચટે એક ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે
  • વ્યક્તિ દીઠ 15 લાખ જેટલો ખર્ચ
  • 18 દેશોમાં ફરીને આ બસ તમલે લંડન લઈ જશે

સાંભળીને જ તમારા હોંશ ઉડી ગયા હશે ચોક્કસ ,,,,કે વળી દિલ્હીથી લંડન કોઈ બસમાં જતું હશે…અરે પણ હા સાંભળો અને વાંચો તો ખ્યાલ આવશે કે ખરેખર કઈ રીતે દિલ્હી થી લંડન બસના માધ્યમથી રોડ દ્વારા પહોંચી શકશો અને તેના માટે તમારે શું કરવું પડશે તો ચાલો વિગતવાર જાણીએ, આ દિલ્હીથી લંડનના રોડ સફર વિશે.

વાત જાણે એમ છે કે,ગડગાવની એક ટ્રાવેલ્સ કંપનીએ વિતેલી 15 ઓગ્સટના દિવસે એક ખાસ બસ સર્વિસ લોન્ચ કરી છે, અને આ બસનું નામ જ છે બસ ટૂ લંડન —અર્થાત બસના માધ્યમથી લંડન.જે તમને રોડના માઘ્યમથી 70 દિવસની અંદર દિલ્હીથી લંડન પહોચાડશે, આટલા દિવસો દરમિયાન તમારી આ બસ કુલ 18 દેશોમાંથી પસાર થશે તે પણ રસ્તાઓ પર થી, આ દેશોમાં ઇન્ડિયા, મ્યાંમાર, કિર્ગિઝસ્તાન, ઉજ્બેકિસ્તાન, કઝાકિસ્તાન,થાઇલેન્ડ, લાઓસ, ચીન, રૂસ, લાતવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, ચેક ગણરાજ્ય, જર્મની, નેધરલેન્ડ, બેલ્ઝિયમ, ફ્રાંસ અને યૂનાઇડેટ કિંગડમનો સમાવેશ થાય છે. એટલે કે જો તમે બસના માધ્યનથી દિલ્હી જશો તો આ તમામ દેશના રસ્તાઓના દર્શન તો ચાક્કસ કરી જ શકશો।

આ વાંચતા જ એક સવાલ ચોક્કસ થશે , કે દિલ્હીથી રોડ પર બસ દ્રારા લંડન જવાનું સાહસભર્યું કામ કોણ કરતું હશે, તો ચાલો તમારા એ સવાલનો પણ જવાબ આપીજ દઈએ, દિલ્હીનો રહેવાસી તુષાર અને સંજય મદાન નામના આ બે વ્યક્તિઓ આ પહેલા પણ દિલ્હીથી રોડ માર્ગે લંદનનો સફ ખેડી ચૂક્યા છે, આ બન્ને મિત્રોએ વર્ષ 2017-18-19માં કારમાં દિલ્હીથઈ લંડનનો માર્ગ ખેડ્યો હતો ત્યારે તેમના આ સાહસને લઈને તેઓ હવે બસ ઉપાડવાનો પ્લાનિંગ કરી રહ્યા છે જેમાં 20 લોકો સફર કરી શકશે

એડવેંચર ઓવરલેંડ ટ્રાવેલર કંપનીના ફાઉન્ડર એવા તુષાર અગ્રવાલે આ સમગ્ર બાબતે કહ્યું હતું કે ‘હું અને મારા સાથે સંજય મદાન અમે બન્ને વર્ષ 2017, 2018 અને 2019 માં કાર વડે ર્રસ્તાઓ પરથી દિલ્હીથી લંડન પહોંચ્યા હતા, અમારી સાથે કેટલાક બીજા લોકો પણ હતા અમે દર વર્ષે આ પ્રકારની એક ટ્રિપઓર્ગેનાઇઝ કરીએ જ છીએ.

બસ ટૂ લંડનના આ માર્ગ યાત્રા હવાઈ યાત્રાથી તદ્દન જુદી અનુભૂતિ કરાવશે, આ યાત્રા ખુબ લાંબી હોવાથી બસને ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે,જેમાં 20 મુસાફરોને બેસવાની સુવિધાની સાથે સાથે તમામ સીટ બિઝનેસ ક્લાસની બનાવાય છે, 20 યાત્રીઓ સાથે સાથે 4 બીજા લોકો પણ બસમાં હશે જેમાં એક ડ્રાઇવર,, એક આસિસ્ટંટ ડ્રાઇવર,ઓર્ગેનાઇઝર તરફથી એક કેરટેકર અને એક ગાઇડનો સમાવેશ થાય છે, પરંતુ તમારો ગાઈડ દર દેશે બદલતો રહેશે ,જી હા જુદા જુદા દેશમાં પ્રવેશકતા તે દેશનો ગાઈડ તમને માપ્ગ દર્શન આપશે જેથી કરી સરળતાથી તમે સમજી શકો.

બસ માર્ગ  દ્વારા લંડનની યાત્રા માટે વિઝાનો ખાસ બંદોબસ્ત

આ બસની યાત્રા માટે કુવલ 10 દેશોના વિઝા લેવાની જરુર પડે છે. જો કે આ તમામ વ્યવસ્થા ઓર્ગોનાઈઝેશન દ્રારા જ કરી આપવામાં આવશે ,જેથી કરીને તમારે અલગ અલગ વિઝા માટે અપ્લાય કરવાની માથાકૂટ નહી રહે.

હવે રહી વાત ખર્ચની તચો આ બસની દિલ્હીથી લંડનની યાત્રા માટેનો થર્ચ 15 લાખ રાખવામાં આવ્યો છે, જો કે કંપની તરફથી આ રકમ ભરવા માટે તમે હપ્તા સિસ્ટમ પણ લાગુ કરવામાં આવી છે, આ યાત્રામાં 4 પ્રકારની જુદીલજુદી કેટેગરિ પણ રાખવામાં આવી છે,જેનો ખર્ચ પણ જુદો જુદા રખાયો છે, જે મુજબ જો કોઈ વ્યક્તિ બધા જ દેશ ફરવા માંગે છે પરંતુ તે લંડન સુધી બસમાં બેસી ન શકે તો તેવા લોકો માટે પણ અલગ પ્રકારની કેટગરી છે.

સાહીન

LEAVE YOUR COMMENT

Your email address will not be published.