
અમદાવાદના મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન આવતા મહિને કરાશે
ગાંધીનગરઃ ગાંધીનગર-અમદાવાદ વચ્ચે મેટ્રો રેલનું કામ પૂર્ણ થવાની તૈયારીમાં છે. ત્યારે મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન આવતા મહિને એટલે કે માર્ચ-એપ્રિલ દરમિયાન કરાશે. મેટ્રો રેલના ફેઝ-ટુ અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે. જેના ભાગરૂપે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આગામી માર્ચ મહિનામાં મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન આગામી માર્ચ-એપ્રિલ મહિનામાં કરવામાં આવશે એવી જાહેરાત કરી છે. મેટ્રો રેલના ફેઝ-ટુ અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે. જેના ભાગરૂપે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદથી ગાંધીનગર સેકટર-1 સુધીના મેટ્રો ટ્રેનની ટ્રાયલ શરૂ કરવાના આયોજનના ભાગરૂપે મેટ્રોની કામગીરી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. જેમાં નર્મદા મુખ્ય કેનાલ પરનો એક્સ્ટ્રા ડોઝડ કેબલ સ્ટેડ બ્રિજ છે, જેની કામગીરી આખરી તબક્કાએ પહોંચી છે. આ પુલમાં 145 મીટર લંબાઈનું સેન્ટ્રલ સ્પાન તથા 79 મીટર લંબાઇના બે અંતિમ સ્પાનમાં કુલ 105 સેગમેન્ટ પૈકી 100 સેગમેન્ટ લોન્ચ થયેલ છે તથા 28.1 મીટર ઉંચાઇના બે પાયલોનની કામગીરી પૂર્ણ થઈ છે. પુલની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે, જે બાદ તેના ઉપર ટ્રેક, થર્ડ રેલ વગેરેની કામગીરી ચાલુ કરીને માર્ચ-એપ્રિલ માસમાં ટ્રાયલ શરૂ કરવાનું આયોજન ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી)એ કર્યું છે.