
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રિપલ અકસ્માત, બેનાં મોત
અમદાવાદઃ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતો વધી રહ્યા છે. આજે વહેલી સવારે ત્રિપલ અકસેમાત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. એક્સપ્રેસ હાઈવે પર મહેમદાવાદના માંકવા પાસે વહેલી સવારે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત મીની બસ અને હાઇવે પર બંધ પડેલી આઈસર ટો કરવા આવેલ આઇસર વચ્ચે સર્જાયો હતો. જેમાં પાછળથી ટક્કર મારતાં બન્ને આઈસર ચાલકોના ઘટના સ્થળે મોત થયા હતા. જો કે આ અકસ્માત બાદ મીની બસનો ચાલક સ્થળ પર વાહન મૂકી ફરાર થઈ ગયો છે. આ અંગે મહેમદાવાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતો વધતા જાય છે. પૂરફાટ ઝડપે દોડતા વાહનચાલકોની ગફલતને લીધે અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે. એક્સપ્રેસ હાઈવે પર મહેમદાવાદના માંકવા પાસે વહેલી સવારે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવેલી મીની બસે અકસ્માત સર્જ્યો હતો. મીની બસ અને હાઇવે પર બંધ પડેલી આઈસર ટો કરવા આવેલ આઇસર વચ્ચે સર્જાયો હતો. જેમાં મીની બસે પાછળથી ટક્કર મારતાં બન્ને આઈસર ચાલકોના ઘટના સ્થળે મોત થયા હતા. જો કે આ અકસ્માત બાદ મીની બસનો ચાલક સ્થળ પર વાહન મૂકી ફરાર થઈ ગયો છે. આ અંગે મહેમદાવાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.