1. Home
  2. ગુજરાતી
  3. TRP : અનુપમા ફરી બન્યો નંબર વન શો,જાણો લિસ્ટમાં કયો શો કયા સ્થાન પર
TRP : અનુપમા ફરી બન્યો નંબર વન શો,જાણો લિસ્ટમાં કયો શો કયા સ્થાન પર

TRP : અનુપમા ફરી બન્યો નંબર વન શો,જાણો લિસ્ટમાં કયો શો કયા સ્થાન પર

0
Social Share
  • અનુપમા ફરી બન્યો નંબર વન શો
  • નાગિન-૬ ટોપ 5 માંથી બહાર
  • જાણો અન્ય સિરિયલોના હાલ

મુંબઈ:ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની જેમ ટીવી જગતમાં ટીઆરપી રેટિંગ શો અને તેના કલાકારો માટે ઘણું મહત્વનું છે.ટીવી પર પ્રસારિત થનારા શોના નિર્માતાઓની સાથે કલાકારો અને તેમના દર્શકો પણ ટીઆરપી લિસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.દર્શકો એ જાણવા માટે પણ ઉત્સુક છે કે,તેમની ફેવરિટ સિરિયલ આ લિસ્ટમાં ક્યાં સ્થાન પર છે. ત્યારે હવે આ સપ્તાહની ટીઆરપી લિસ્ટ પણ જાહેર થઈ ગઈ છે અને સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરિયલ અનુપમા ફરી એકવાર આ લિસ્ટમાં ટોચ પર છે. તો ચાલો જાણીએ આ અઠવાડિયે કઈ સિરિયલ કઈ રેન્ક પર છે અને ટોપ ફાઈવમાંથી કોણ બહાર થયું.

BARCનો 15મો TRP રિપોર્ટ સામે આવ્યો છે, જે મુજબ ‘અનુપમા’ ફરી એકવાર નંબર 1 પર કબજો મેળવ્યો છે. આ શોએ ધૂમ મચાવી છે.જો કે, કેટલાક અન્ય શો સતત આ શોને સ્પર્ધા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમ કરવું શક્ય જણાતું નથી.

‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ અને ‘ઇમલી’એ ‘અનુપમા’ને જબરદસ્ત ટક્કર આપી છે જ્યારે એકતા કપૂરનો શો ‘નાગિન 6′ ઘણા પ્રયત્નો કરવા છતાં પોતાનો જાદુ દેખાડી શક્યો નથી.સિરિયલોના એકંદર પર્ફોર્મન્સે પણ તેમની TRP પર ગંભીર અસર કરી છે.’અનુપમા’ એ તેની સરળ વાર્તા અને સરળ અભિનય તેમજ ટ્વિસ્ટ અને ટર્ન્સથી લોકોનું ધ્યાન ખેંચ્યું અને આ જ કારણ છે કે આ શોએ નંબર વન પર પોતાનું સ્થાન બનાવ્યું છે.આ સિવાય ઘણી એવી સીરિયલ્સ છે જે ટીઆરપીની રેસથી ઘણી દૂર છે.

BARC ના રિપોર્ટ અનુસાર, સ્ટાર પ્લસના શો ‘અનુપમા’ને આ દિવસોમાં લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.આ શોમાં રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના મુખ્ય ભૂમિકામાં છે, જેમણે તેમના ટ્વિસ્ટ અને ટર્ન સાથે 2.8 રેટિંગ મેળવ્યું છે અને પ્રથમ સ્થાન મેળવ્યું છે.

સ્ટાર પ્લસના અન્ય એક શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ટીઆરપીની આ લિસ્ટ માં બીજું સ્થાન મેળવ્યું છે.દર્શકોએ ફરી એકવાર સઈ અને વિરાટની જોડીને પોતાની આંખો પર બેસાડી દીધી છે.બંનેની કેમેસ્ટ્રી લોકોને એટલી પસંદ આવી રહી છે કે,ટીઆરપીની રેસમાં આ શોને 2.2 રેટિંગ મળ્યું છે અને બીજા સ્થાન પર છે.

સ્ટાર પ્લસનો શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ટીઆરપીની લિસ્ટમાં ત્રીજા સ્થાન પર છે.આ શોની આ બીજી સીઝન છે જેમાં નવા પાત્રો જોવા મળી રહ્યા છે. શોમાં અક્ષરા અને અભિમન્યુના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી,પરંતુ આ દરમિયાન મંજરીનો અકસ્માત થયો અને તેના કારણે શોમાં ટ્વિસ્ટ આવ્યો.

ટીઆરપીની લિસ્ટમાં જે શો ત્રીજા સ્થાન પર છે તે છે ‘ઈમલી’. આ શો પણ સ્ટાર પ્લસનો છે.ટીઆરપી રેટિંગમાં શોને 2.1 રેટિંગ મળ્યું છે. મનસ્વી વશિષ્ઠ આ શોમાંથી બહાર થઈ ગઈ હતી, ત્યારપછી એવું લાગતું હતું કે,આ શો ટૂંક સમયમાં બંધ થઈ જશે, પરંતુ તેમ છતાં આ શો ત્રીજા નંબર પર પણ પહોંચી ગયો છે.

ટીઆરપીની લિસ્ટમાં ચોથા સ્થાન પર શો ‘યે હૈ ચાહતેં’ છે.આ શો પણ સ્ટાર પ્લસનો છે.BARCના રિપોર્ટ અનુસાર,આ શોનું રેટિંગ ગયા સપ્તાહની સરખામણીમાં થોડું નીચે આવ્યું છે પરંતુ તેમ છતાં તે પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે.તેનું રેટિંગ 2.2 થી ઘટીને 2 પર આવી ગયું છે.

એકતા કપૂરના ફેમસ શો ‘નાગિન 6’ વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે,તે નંબર 1 શો હશે પરંતુ તે TRPની લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવવામાં નિષ્ફળ સાબિત થયો છે.આ શોમાં નવા કલાકારોના આગમન છતાં તે TRPની ટોપ 5ની લિસ્ટમાં સ્થાન મેળવી શક્યો નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code