
અમેરિકાના ‘લીજન ઓફ મેરિટ’ અવોર્ડથી પીએમ મોદીનું સન્માન, રાષ્ટ્રપતિ ટ્રંપએ કર્યા સન્માનિત
- પીએમ મોદીને અમેરિકાના સર્વોચ્ચ સન્માન – લીજન ઓફ મેરિટથી કર્યા સન્માનિત
- અમેરિકાના રાષ્ટ્રપતિએ આ મેડલથી કર્યા સન્માનિત
- રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારએ આ અંગે આપી માહિતી
- ભારતીય રાજદૂતએ પીએમ મોદી વતી આ મેડલ સ્વીકાર્યો
દિલ્લી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકાની વ્યૂહાત્મક ભાગીદારીમાં વૃદ્ધિ વધારવાના તેમના નેતૃત્વ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાનો સર્વોચ્ચ સન્માન ‘લીજન ઓફ મેરિટ’થી સન્માનિત કર્યા છે. યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ સી. ઓ. બ્રાયને માહિતી આપી હતી. અમેરિકામાં તૈનાત ભારતીય રાજદૂત તરણજીતસિંહ સંધૂએ વડાપ્રધાન મોદી વતી સન્માન સ્વીકાર્યું હતું.
રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે એનએસએ રોબર્ટ સી. ઓ. બ્રાયનને ટવિટ કર્યું કે ‘રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા-ભારત વ્યૂહાત્મક ભાગીદારી વધારવામાં તેમના નેતૃત્વ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લીજન ઓફ મેરિટથી સન્માનિત કર્યા છે. રાજદૂત તરણજીતસિંહ સંધૂએ વડાપ્રધાન મોદી વતી મેડલ સ્વીકાર્યો હતો.
કોંગ્રેસ દ્વારા 20 જુલાઈ 1942ના રોજ લીજન ઓફ મેરિટ મેડલની સ્થાપના કરવામાં આવી હતી. તે અમેરિકી સેના અને વિદેશી સૈન્યના સભ્યો અને રાજકીય વ્યકિતઓના સભ્યોને પ્રદાન કરવામાં આવે છે, જેમણે અસાધારણ પ્રદર્શન કર્યું છે. તે એક સર્વોચ્ચ સૈન્ય પદક માનું એક છે, જે વિદેશી અધિકારીઓને પ્રદાન કરી શકાય છે.
-દેવાંશી