1. Home
  2. ગુજરાતી
  3. ટીવી અભિનેત્રી સનાયા ઈરાનીનો આજે 38 મો જન્મદિવસ,મોટા સ્ટાર્સ સાથે પણ કરી ચુકી છે કામ
ટીવી અભિનેત્રી સનાયા ઈરાનીનો આજે 38 મો જન્મદિવસ,મોટા સ્ટાર્સ સાથે પણ કરી ચુકી છે કામ

ટીવી અભિનેત્રી સનાયા ઈરાનીનો આજે 38 મો જન્મદિવસ,મોટા સ્ટાર્સ સાથે પણ કરી ચુકી છે કામ

0
Social Share
  • અભિનેત્રી સનાયા ઈરાનીનો આજે 38 મો જન્મદિવસ
  • સનાયાએ ઘણી બધી સિરીયલોમાં કર્યું છે કામ
  • શાહરૂખ – આમિર સાથે પણ કરી ચુકી છે કામ

મુંબઈ:પ્રખ્યાત ટેલિવિઝન અભિનેત્રી સનાયા ઈરાની 17 સપ્ટેમ્બરે પોતાનો 38 મો જન્મદિવસ ઉજવી રહી છે. સનાયા ઈરાનીએ ઘણી ટીવી સિરિયલો અને શોમાં કામ કર્યું છે, ત્યારબાદ તેને ઘરે ઘરે ઓળખ મળી. પારસી પરિવારમાં જન્મેલી સનાયા ઈરાની અભ્યાસમાં ખૂબ જ સારી હતી. તેમનો શૈક્ષણિક રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. તેમણે પોતાનો પ્રારંભિક અભ્યાસ ઉંટીમાંથી કર્યો હતો. આ પછી, સનાયા ઈરાનીની માતાએ તેને મોડેલિંગ કરવાની સલાહ આપી અને આમ તેણે મોડેલિંગના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.

સનાયા ઈરાનીએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં ઘણી સફળતા મેળવી. કદાચ થોડા લોકો જાણે છે કે તેણે બોમન ઈરાની સાથે મોડેલિંગ પોર્ટફોલિયો માટે પોઝ આપ્યો હતો, જે પોતે અભિનેતા બનતા પહેલા પોર્ટફોલિયો ફોટોગ્રાફર હતા. સનાયા ઈરાની પહેલીવાર કાજોલ-આમિરની ફિલ્મ ફનામાં કાજોલની મિત્રની ભૂમિકામાં જોવા મળી હતી. આ પછી તે ટીવી તરફ વળી જ્યાં તેને ઘણી સફળતા મળી.

2007 માં સનાયા ઈરાની પ્રથમ વખત સીરિયલ લેફટ રાઈટ લેફટમાં દેખાય. તે પછી તે ઘણી સિરિયલોમાં જોવા મળી. સનાયા ઈરાની જબ હમ તુમ, રાધા કી બેટીયા કુછ કર દિખાયેગી, જરા નચ કે દિખા, ઈસ પ્યાર કો ક્યા નામ દૂ,છનછન , રંગરસિયા જેવી સિરિયલોમાં જોવા મળી હતી.

સનાયા ઈરાની ઝલક દિખલા જામાં પણ જોવા મળી છે. આ સિવાય તે ઇન્ડિયા નેક્સ્ટ સુપરસ્ટાર અને ખતરા ખતરા ખતરા જેવા શોમાં પણ જોવા મળી છે. તેણે મોહિત સહગલ સાથે નચ બલિયેમાં પણ ભાગ લીધો છે.વર્ષ 2016 માં સનાયાએ ગોવામાં ટીવી અભિનેતા મોહિત સહગલ સાથે લગ્ન કર્યા. સનાયા ઈરાની અને મોહિત સહગલ લગ્ન પહેલા લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. સીરિયલ હમ તુમમાં સાથે કામ કર્યું ત્યારે બંનેની મુલાકાત થઈ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code