
‘લોક ડાઉન કી લવ સ્ટોરી’ ફેમ એક્ટ્રેસ સના સૈયદ 25 જૂને કરશે લગ્ન- હલ્દી સેરેમનીના ફોટોઝ સોશિયલ મીડિયા પર કર્યા શેર
- ટીવી એક્ટ્રેસ શના સૈયદ કરી રહી છે લગ્ન
- હલ્દી સેરેમનીના ફોટોઝ થયા વાયરલ
- શનમા બોયફ્રેન્ડ ઈમાદ શમ્શી સાથે કરી રહી છે લગ્ન
મુંબઈઃ- કોરોનાકાળમાં અનેક ટીવી સેલેબ્સથી લઈને સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાયા છે, ત્યારે હવે આજ શ્રેણીમાં ટીવી પર પ્રસારિત થયેલો ફેમસ શો ‘દિવ્ય દ્રષ્ટિ’ ફેમ અભિનેત્રી સના સૈયદ 25 જૂને તેના બોયફ્રેન્ડ ઈમાદ શમ્સી સાથે લગ્ન કરવા જઈ રહી છે.તેનો ભાવિ પતિ એક બિઝનેસમેન છે, ત્યારે એક્ટ્રેસના ઘરે હલ્દીની રશમ શરુ થઈ ચૂકી છે, સોશિયલ મીડિયા પણ સનાએ કેટલાક ફોટો શેર કર્યા છે જે ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
ફોટોઝમાં સના હલ્દી માટે યલો ડ્રેસમાં રેડી થયેલી જોવા મળી રહી છે. તેણે તેની ઉપર રિયલ ફૂલોથી બનેલો સ્કાર્ફ પણ પહેર્યો છે. સના તેના આ લૂકમાં સુંદર લાગી રહી છે.તે રિયલ ફઅલાવરના ઓરનામેટ્સમાં સજેલી જોવા મળી છે,તે તેના પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં બિઝી જોવા મળી રહી છે.
સના અને ઇમાદ તેમના કોલેજના સમયથી એક બીજાને ઓળખતા હતા. એક ઇન્ટરવ્યુ દરમિયાન સનાએ તેના લગ્ન વિશે માહિતી આપતા કહ્યું હતું કે, તેના લગ્ન 25 જૂને છે અને લગ્નના બે દિવસ પહેલા જ પ્રી વેડિંગ પોતાના ધરે સેલિબ્રેટ કરશે, સનાની મેહંદી અને હલ્દીની રશમ થઈ ચૂકી છે.
સના એ તેના લગ્ન પહેલા જણાવ્યું હતું કે તેના લગ્ન ઓછા લોકોની હાજરીમાં થશે અને સાદાઈથી કરવામાં આવશે, મિત્રો અને પરિવારની જ હાજરી લગ્નમાં જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, સના સૈયદ સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી ‘દિવ્ય દ્રષ્ટિ’માં જોવા મળી હતી ,ત્યાર બાદ તે ‘લોકડાઉન કી લવ સ્ટોરી’માં પણ લીડ રોલમાં જોવા મળી હગતી, આ પાત્ર એ તેને આગવી ઓળખ આપી છે, ‘લોકડાઉન કી લવ સ્ટોરી’થી સના ઘર ઘરમાં જાણીતી બની છે.