1. Home
  2. ગુજરાતી
  3. Tv Serials Rating List: ‘ખતરો કે ખિલાડી 13’નો ચાલ્યો જાદુ, જાણો ‘અનુપમા’ ના હાલ
Tv Serials Rating List: ‘ખતરો કે ખિલાડી 13’નો ચાલ્યો જાદુ, જાણો ‘અનુપમા’ ના હાલ

Tv Serials Rating List: ‘ખતરો કે ખિલાડી 13’નો ચાલ્યો જાદુ, જાણો ‘અનુપમા’ ના હાલ

0
Social Share

મુંબઈ: આ સપ્તાહની રેટિંગ લિસ્ટમાં ઘણો ફેરફાર છે. સૌથી મોટો ફેરફાર એ છે કે રોહિત શેટ્ટીના શો ‘ખતરો કે ખિલાડી 13’ એ ટીવી પર શરૂ થતાની સાથે જ રેટિંગ લિસ્ટમાં ધમાલ મચાવી દીધી છે. આ સ્ટંટ આધારિત શોએ ટોપ 5માં સ્થાન મેળવ્યું છે. આ લીસ્ટમાંથી ‘શિવશક્તિ’ અને ‘ભાગ્યલક્ષ્મી’ બહાર થઇ ગયા છે. હવે આવી સ્થિતિમાં દર્શકો દ્વારા કયા ટીવી શોને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે તેની માહિતી આ યાદીમાંથી જાણવા મળશે અને આ સપ્તાહનું ઓરમેક્સ પાવર રેટિંગ લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

1. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક કોમેડી શો છે. હંમેશની જેમ આ વખતે પણ આ શો નંબર વન પર રહ્યો છે,આ શોએ લોકપ્રિય ટીવી સીરિયલ ‘અનુપમા’ને પણ પાછળ છોડી દીધી છે. આ વખતે શોને 73 રેટિંગ મળ્યા છે

2. અનુપમા

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાની સિરિયલ ‘અનુપમા’ આ અઠવાડિયે TRP લિસ્ટમાં બીજા સ્થાને છે. આ શોમાં રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના મુખ્ય ભૂમિકામાં છે. શોમાં આવનારા ટ્વિસ્ટ અને ટર્ન્સ શોને વધુ રસપ્રદ બનાવી રહ્યા છે. આ વખતે અનુપમાને 69 રેટિંગ મળ્યા છે.

3. ધ કપિલ શર્મા શો

કપિલ શર્માનો લોકપ્રિય કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ આ વખતે ત્રીજા સ્થાને છે.આ શોની લોકપ્રિયતા વિશ્વભરમાં છે. આ શો અઠવાડિયામાં માત્ર એક જ વાર આવે છે, પરંતુ દર અઠવાડિયે આ શો રેટિંગ લિસ્ટમાં જોવા મળે છે. અને આ વખતે શોને 68 રેટિંગ મળ્યા છે.

4. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ

હર્ષદ ચોપરા અને પ્રણાલી રાઠોડની ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની વાર્તાથી લોકો થોડા કંટાળી ગયા છે. સીરિયલ આ વખતે પણ ચોથા નંબર પર રહી છે. લોકો હર્ષદ ચોપરા અને પ્રણાલી રાઠોડની જોડીને પસંદ કરી રહ્યા છે. આ સિરિયલની વાર્તા અક્ષરા, અભિમન્યુ અને અબીરની આસપાસ ફરે છે. આ શોને 64 રેટિંગ મળ્યા છે.

5. ખતરોં કે ખિલાડી 13

રોહિત શેટ્ટીનો શો ‘ખતરો કે ખિલાડી 13’ રેટિંગ લિસ્ટમાં છવાયેલો છે. હવે આ શો ટીઆરપી લિસ્ટમાં પણ ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ શોએ 60 રેટિંગ લિસ્ટ સાથે પાંચમું સ્થાન મેળવ્યું છે.

6. કુમકુમ ભાગ્ય
7. રાધા મોહન
8. કુંડળી ભાગ્ય
9. યે હે ચાહતે
10. ગુમ હે કિસીકે પ્યાર મે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code