
Twitter એ લોન્ચ કર્યું આ ખાસ ફીચર,હવે Tweet કરવાની સાથે કમાઈ શકશો પૈસા
- Twitter એ લોન્ચ કર્યું નવું ફીચર
- સુપર ફોલોઝ દ્વારા કમાઈ શકશો પૈસા
- 10K ફોલોઅર્સ, ઉમ્ર 18 વર્ષ જેવી કેટલીક શરતો
ફેમસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે 1 સપ્ટેમ્બરના રોજ એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરને સુપર ફોલોઝ નામ આપવામાં આવ્યું છે. સુપર ફોલોઅર્સ ટ્વિટર યુઝર્સને તેમના ફોલોઅર્સ સાથે તેમની સામગ્રી શેર કરીને માસિક આવક ઉભી કરવામાં મદદ કરશે.
હાલમાં આ સુવિધા iOS યુઝર્સ એટલે કે Apple iPhone નો ઉપયોગ કરનારા લોકો માટે ઉપલબ્ધ છે. આ સુવિધા હાલમાં માત્ર યુએસ અને કેનેડા માટે જ રજૂ કરવામાં આવી છે. ટ્વિટરના Super Follows ફીચરની મદદથી ક્રિએટર્સ હવે દર મહિને કમાણી કરી શકશે. Super Follows ટ્વિટરના મોનેટાઇઝેશનનો એક ભાગ છે.
કંપનીનું કહેવું છે કે થોડા અઠવાડિયામાં સુપર ફોલોઝનું ફીચર વૈશ્વિક સ્તરે iOS યુઝર્સ માટે પણ ઉપલબ્ધ કરાવાશે. આ સુવિધા દ્વારા યુઝર્સની એકાઉન્ટ પ્રોફાઇલ પર એક સુપર ફોલો બટન હશે, ટેપ કર્યા પછી તેઓ પેમેન્ટ કરવાનો વિકલ્પ જોશે. જો યુઝર્સને આમાં રસ છે, તો તેઓ તેને ફરીથી ટેપ કરીને ઇન-એપ પેમેન્ટ દ્વારા સબ્સ્ક્રાઇબ કરી શકે છે.
આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ક્રિએટર પાસે ઓછામાં ઓછા 10,000 ફોલોઅર્સ હોવા આવશ્યક છે.અને તેની ઉમર 18 વર્ષની હોવી જોઈએ અને છેલ્લા 30 દિવસમાં 25 વખત ટ્વિટ કરેલું હોવું જોઈએ. સુપર ફોલો સબ્સ્ક્રિપ્શન મોડેલનો હેતુ ટ્વિટર યુઝર્સને કમાવાની તક આપવાનો છે.