
ફ્રાંસમાં હિંસા વચ્ચે કટ્ટરવાદ અંગેનો UAEના વિદેશ મંત્રીએ 6 વર્ષ પહેલાનો વીડિયો વાયરલ
નવી દિલ્હીઃ ફ્રાંસમાં 17 વર્ષના આફ્રીકી મૂળના કિશોર નાહેલની હત્યા બાદ પરિસ્થિત વણસી છે અને સમગ્ર દેશમાં હિંસા પેલાઈ છે. ફ્રાંસમાં દેખાવકારો તોડફોડ અને આગચંપીના બનાવોને અંજામ આપી રહ્યાં છે. બીજી તરફ મૃતકનો પરિવાર શાંતિની અપીલ કરી રહ્યો છે પરંતુ પરિસ્થિતિ કાબુમાં આવવાને બદલે વધારે વણસી રહી છે. દરમિયાન યુએઈના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન જાયદા અલ નાહનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેમને યુરોપમાં આવનારી સ્થિતિને લઈને ચેતવણી આપતા સાંભળી શકાય છે.
આ વીડિયો વર્ષ 2017નો છે, જ્યારે તેઓ રિયાદમાં એક ટ્વીપ ફોરમના ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન એક પત્રકારને અબ્દુલ્લા નાહનએ જે જવાબ આપ્યો હતો, તેને યુઝર્સ આંખો ખોલનારો કહી રહ્યાં છે. આ વીડિયોમાં અબ્દુલ્લા નાહનને કહેતા સાંભળી શકીએ છીએ કે, એક દિવસ એવો આવશે ત્યારે યુરોપમાં ચરમપંથી, આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓની સંખ્યા કલ્પનાથી વધારે હશે. આવુ એટલા માટે થશે કેમ કે, નિર્ણય લેવાની ખરાબ ક્ષમતા, દર વખતે રાજકીય રીતે સાચા રહેવાની કોશિશ તથા મીડલ ઇસ્ટ તથા ઈસ્લામને વધારે સમજતા હોવાનો ભ્રમ. આ કંઈ નથી માત્ર મૂર્ખતા છે. અબ્દુલ્લાનું આ નિવેદનમાં તેમણે યુરોપની શીડરશિપ ઉપર નીશાન સાધ્યું હતું.
વાંચોઃ કચરા સમાન ઈસ્લામી કટ્ટરપંથીઓને આવકારતા પશ્ચિમિ દેશો તેનું પરિણામ ભોગવેઃ મૌલાના મોહમ્મદ તૌહિદી
અત્રે ઉલ્લેખનીય છે કે, ફ્રાંસમાં 17 વર્ષના કિશોરની મોત બાદ મામલો વધારે બિચક્યો છે અને કટ્ટરપંથીઓ વધારે હિંસક બન્યાં છે, દેખાવકારો સરકારી ઈમારતો અને પોલીસ કર્મચારીઓને સતત નીશાન બનાવી રહ્યાં છે. બીજી તરફ તંત્ર દ્વારા અનેક પ્રયાસો છતા પરિસ્થિતિ કાબુ બહાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.