
ભારતે રશિયા પ્રત્યે અપનાવેલા સખ્ત વલણથી યુક્રેન થયું રાજી- યુએનજીએમાં ઠરાવ વિરુદ્ધ કર્યું મતદાન
- ભારતે રશિયા સામે સખ્ત વલણ અપનાવ્યું
- યુએનજીએમાં ઠરાવ વિરુદ્ધ કર્યું મતદાન
દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે તણાવનો માહોલ ચાલી રહ્યો છે રશઇયાએ સતત યુક્રેન પર હુમલાો કરને તબાહી મચાવી છે તો યુક્રેન રશિયા સામે આ વલણથી સખ્ત નારાઝ છે ત્યારે હવે ભારતે પણ રશિયાને આઈનો દેખાડ્યો છે અને તેના વિરુદ્ધ મતદાન કરીને સખ્તવલણ અપનાવ્યું છે.
રશિયાએ માંગ કરી હતી કે ઠરાવ પર ગુપ્ત મતદાન દ્વારા મત આપવામાં આવે. ભારત સહિત યુએનના 107 સભ્ય દેશોએ રેકોર્ડ વોટની તરફેણમાં મતદાન કર્યા બાદ ગુપ્ત મતદાનની રશિયાની માંગને નકારી કાઢવામાં આવી હતી. માત્ર 13 દેશોએ ગુપ્ત મતદાન માટે રશિયાના કોલની તરફેણમાં મતદાન કર્યું હતું. તે જ સમયે, 39 દેશોએ આ મતદાનમાં ભાગ લીધો ન હતો.
પ્રાપ્ત વિગત પ્રમાણે રશિયાએ યુક્રેનના ચાર પ્રદેશોના “ગેરકાયદેસર” કબજાની નિંદા કરવા સંયુક્ત રાષ્ટ્રમાં પસાર કરવામાં આવેલા ડ્રાફ્ટ ઠરાવ પર ગુપ્ત મતદાન માટે હાકલ કરી છે. જોકે, ભારતે રશિયાને ઝટકો આપતા આ માંગને ફગાવી દેવાનો મત આપ્યો છે.
આ સહીત ભારત સાથે જ 100 થી વધુ દેશોએ જાહેર મતદાનને સમર્થન આપ્યું છે. અલ્બેનિયા દ્વારા સોમવારે 193 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેના માટે મતદાન થયું હતું. અલ્બેનિયાનો ડ્રાફ્ટ રશિયાના કહેવાતા ગેરકાયદેસર કબજા અને ડોનેટ્સક, ખેરસન, લુહાન્સ્ક અને ઝાપોરિઝ્ઝ્યા પ્રદેશો પર લોકમતની નિંદા કરે છે.રેકોર્ડ વોટ રાખવાની દરખાસ્ત સ્વીકારવામાં આવ્યા બાદ રશિયાએ જનરલ એસેમ્બલીના પ્રમુખના નિર્ણય સામે અપીલ કરી હતી. રશિયાની અપીલમાં રેકોર્ડ વોટ જોવા મળ્યો હતો અને ભારત એવા 100 દેશોમાં સામેલ હતું જેમણે મોસ્કો દ્વારા કરાયેલા પડકાર સામે મતદાન કર્યું હતું.