1. Home
  2. ગુજરાતી
  3. RSSના વડા મોહન ભાગવતને રાષ્ટ્રપિતા ગણાવનારા ઉમર અહેમદ ઇલ્યાસીને Y પ્લસ કેટેગરીની સુરક્ષા
RSSના વડા મોહન ભાગવતને રાષ્ટ્રપિતા ગણાવનારા ઉમર અહેમદ ઇલ્યાસીને Y પ્લસ કેટેગરીની સુરક્ષા

RSSના વડા મોહન ભાગવતને રાષ્ટ્રપિતા ગણાવનારા ઉમર અહેમદ ઇલ્યાસીને Y પ્લસ કેટેગરીની સુરક્ષા

0
Social Share
  • ઉમર અહેમદ ઇલ્યાસીને Y પ્લસ કેટેગરીની સુરક્ષા અપાઈ
  • આરએસએસના વડા મોહન ભાગવતને રાષ્ટ્રપિતા કહ્યા હતા

દિલ્હીઃ- તાજેતરમાં રાષ્ટ્રીય સેવક સંઘના વડા એવા મોહન ભાગવતે દિલ્હીના મદ્રેસાઓની મુલાકાત લઈને મૌલાના સાથે સંવાદ કર્યા હતો ,આ ચર્ચા ચારેબાજૂ છવાઈ હતી આ મુલાકાત દરમિયાન અખિલ ભારતીય ઇમામ સંગઠનના વડા ઉમર અહેમદ ઇલ્યાસીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વડા મોહન ભાગવતને રાષ્ટ્રપિતા કહ્યા હતા ત્યાર બાદ તેઓને અનેક ધમકીઓ મળી હતી.

ઇલ્યાસીએ કહ્યું કે જ્યારથી મોહન ભાગવત અમારી મસ્જિદમાં આવ્યા છે ત્યારથી મને સતત ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. મને 23મી સપ્ટેમ્બરે ઈંગ્લેન્ડથી ધમકીભર્યો ફોન આવ્યો કે હવે તું નરકની આગમાં સળગશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે હવે ઈલ્યાસીની સુરક્ષાને ધઅયાનમાં રાખીને Y+ શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. ઇલ્યાસી 22 સપ્ટેમ્બરે શ્રી ભાગવતને મળ્યા હતા અને તેમને ‘રાષ્ટ્રપિતા’ ગણાવ્યા હતા ,ઉલ્લેખનીય છે કે RSS વડાએ તેમના આમંત્રણ પર ઉત્તર દિલ્હીમાં મદરેસા તાજવિદુલ કુરાનની મુલાકાત લીધી હતી.

એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન ઇલ્યાસીએ હું ગૃહ મંત્રાલય દ્વારા પૂરી પાડવામાં આવેલ Y+ શ્રેણીની સુરક્ષા માટે ભારત સરકારનો આભાર માન્યો છે. ઇલ્યાસીએ કહ્યું કે તેને ઈંગ્લેન્ડ, દુબઈ અને કોલકાતાથી ફોન પર ધમકીઓ મળી રહી છે અને તે પછી તેણે તિલક લેન પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરીયાદ પણ કરી હતી ગૃહ મંત્રાલયને પણ જાણ કરી હતી ત્યારે હવે આ સુરક્ષાને લઈને તેઓએ ખુશી વ્યકર્ત કરી હતી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code