
જીએસટી હેઠળ સરકારે નાના ઉદ્યોગ એકમો માટે QRMP યોજના શરુ કરી
- જીએસટી હેઠળ સરકારે શરુ કરી QRMP યોજના શરુ કરી
- આ યોજના નાના ઉદ્યોગ એકમો માટે શરુ કરવામાં આવી
- આયોજના હેછળ ત્રિમાસિક રિટર્ન ભરી શકાશે
- 1 જાન્યુઆરી 2021 થી ત્રિમાસિક ધોરણે રિટર્ન ફાઇલ કરવા મંજુરી અપાશે
દિલ્હીઃ- ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સિસ્ટમ હેઠળ નાના ઋણદારો માટે ત્રિમાસિક રિટર્ન ફાઇલ દાખલ કરવા અને માસિક ટેક્સ (ક્યૂઆરપીએમ) ભરવાની યોજના સરકાર દ્રારા રજૂ કરવામાં આવી છે. જે કરદાતાઓનું વાર્ષિક ટર્નઓવર છેલ્લા નાણાકીય વર્ષમાં રૂ. 5 કરોડ સુધીનું છે અને જેમણે ઓક્ટોબર જી.એસ.ટી.આર-3 બી રિટર્ન 30 નવેમ્બર 2020 સુધી સબમિટ કર્યું છે તેઓ આ યોજના માટે પાત્ર બને છે.
આ અંગે જીએસટી કાઉન્સિલની બેઠક યોજવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, પાંચ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા રજિસ્ટર્ડ થયેલા લોકોને 1 જાન્યુઆરી 2021 થી ત્રિમાસિક ધોરણે રિટર્ન ફાઇલ કરવાની અને માસિક ધોરણે વેરો ભરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. ક્યુઆરએમપી યોજના 5 ડિસેમ્બરે રજૂ કરવામાં આવી છે
આ 5 કરોડ રુપિયાનો કારોબાર ધરાવતા કરદાતાઓને જાન્યુઆરી-માર્ચથી ત્રિમાસિક ધોરણે જીએસટીઆર -1 અને જીએસટીઆર -3 બી રિટર્ન ફાઇલ કરવા માટે વિકલ્પ આપવામાં આવશે.આ માટે કરદાતાઓ પ્રત્યેક માસિક વેરાની સ્વ-આકારણી અથવા ગયા મહિને દાખલ કરાયેલ ત્રિમાસિક જીએસટીઆર-3 બી રિટર્ન જીએસટી ફાઈલ કરવાની તક આપવામાં આવશે . ત્રિમાસિક જીએસટીઆર -1 અને જીએસટીઆર -3 બી રીટર્ન પણ એસએમએસ દ્વારા સબમિટ કરી શકાય છે.