હિરાસર એરપોર્ટને પ્રગતિની નવી ઉડાન ગણાવતા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા
અમદાવાદઃ ગુજરાતમાં રાજકોટના હિરાસર એરપોર્ટની કામગીરી હાલ તેજ ગતિએ ચાલી રહી છે. દરમિયાન કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોશિયલ મીડિયા ઉપર એરપોર્ટના કેટલાક ફોટોગ્રાફ સોશિયલ મીડિયા ઉપર શેયર કર્યાં હતા. એટલું જ નહીં તેમણે હિરાસર એરપોર્ટને પ્રગતિની નવી ઉડાન તરીકે ગણાવ્યું છે.
राजकोट (गुजरात) में निर्माणाधीन हीरासर ग्रीनफील्ड एयरपोर्ट, प्रधानमंत्री श्री @narendramodi जी की दूरदर्शी नेतृत्व का परिणाम है । 23,000 वर्ग मीटर में फैला टर्मिनल भवन, 3040 मीटर लम्बा रनवे सहित पूरे एयरपोर्ट को रु 1405 करोड़ की लागत से तैयार किया जा रहा है जिस से राज्य में… pic.twitter.com/q4Q7zi7Ke5
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) June 6, 2023
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, હિરારસ એરપોર્ટનું ટર્મિનલ 23 હજાર ચોરસ મીટરમાં છે. 3040 મીટર લાંબા રન વે ધરાવતા આ એરપોર્ટનું નિર્માણકાર્ય 1405 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે, 1405 કરોડ રૂપિયાના ખર્ચે એરપોર્ટ તૈયાર થશે. રાજ્યમાં વિકાસ અને રોજગાર ક્ષેત્રે નવી પ્રગતિ થશે.
આ એરપોર્ટ ઔદ્યોગિક શહેર રાજકોટથી 30 કિમીના અંતરે આવેલું છે. એરપોર્ટને 1032 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. તેમાં 23 હજાર ચોરસ મીટરનો પેસેન્જર ટર્મિનલ વિસ્તાર છે અને 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. આ નવા એરપોર્ટથી સૌરાષ્ટ્ર વિસ્તારના કુલ 12 જિલ્લાઓને ફાયદો થશે. કારણ કે આ વિસ્તાર મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર છે, જે એર કનેક્ટિવિટી પર નિર્ભર છે. તેમણે વધુમાં કહ્યું કે સિલ્ક પ્રોડક્ટ્સ અને સિરામિક પ્રોડક્ટ્સની સાથે અમારી મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. હાલનું રાજકોર્ટ એરપોર્ટ શહેરની મધ્યમાં છે અને તેની આસપાસ રહેણાંક અને કોમર્શિયલ ઈમારતોને કારણે ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે.